Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, રાજ્યમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો

    17 hours ago

    હવામાન વિભાગ દ્વારા 16 જુલાઈ સુધીની વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 7 દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. 12થી 16 જુલાઈ દરમિયાન આ દિવસો દરમિયાન મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. રાજ્યમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. 11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે. પવનની સામાન્ય ગતિ 15 થી 20 નોટ્સ રહેશે, જે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. 11 અને 12 જુલાઈના રોજ માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે. 'સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ'ના કારણે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે, જેની ગતિ 45 થી 55 કિમી પ્રતિ કલાક અને વધીને 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. રાજ્યમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો રાજ્યમાં અત્યાર સુધીમાં 162.5 mm વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 187.2 મીમી હોવો જોઈએ. આમ, સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં ગુજરાત માટે કોઈ મોટી વેધર સિસ્ટમ સક્રિય નથી. અગાઉની લો-પ્રેશર સિસ્ટમ હાલ ઉત્તર પ્રદેશના મધ્ય અને ઉત્તરીય ભાગોમાં છે, અને ટ્રફ લાઈન ગંગાનગર તથા રોહતક થઈને પસાર થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    DPSની બસે અડફેટે લેતા મોપેડ પર જતા યુવકનું ઘટનાસ્થળે મોત:ડ્રાઇવર-કંડકટર બસ અને બાળકોને મૂકીને ફરાર, લોકોના ટોળા ઉમટ્યાં, અમદાવાદની ઘટના
    Next Article
    રાજ્ય સરકારે ડીઝલ પર વેટ રાહત આપી:વેરાવળ ખારવા સમાજે આવકારી, માછીમારીને વેગ મળવાની આશા વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment