Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહનદાસબાપાના સાંનિધ્યમાં શાસ્ત્રી હિરેન જોષી કથાનું રસપાન કરાવશે:ત્રંબામાં કાલથી બજરંગદાસ બાપાના જીવન પર રામ પારાયણનું આયોજન

    8 hours ago

    રાજકોટ નજીક આવેલા ત્રંબા સ્થિત મોહનધામ આશ્રમ ખાતે આગામી 23 નવેમ્બર, 2026ને સોમવાર (કારતક સુદ-14) થી 1 ડિસેમ્બર, 2026ને મંગળવાર સુધી સંત બજરંગદાસબાપાના જીવન કવન પર આધારિત ભવ્ય ‘રામચરિત માનસ કથા’ (રામ પારાયણ) નું આયોજન કરવામાં આવ્યું છે. સંત મોહનદાસબાપા ગુરુ શામળાબાપા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવ સંત મોહનદાસબાપાના સાંનિધ્યમાં યોજાશે. સમાજમાં અધ્યાત્મ, સેવા અને સદવિચારોનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ 9 દિવસીય જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ પારાયણમાં ગારિયાધારના વિદ્વાન શાસ્ત્રી હિરેનભાઈ જોષી વ્યાસાસને બિરાજીને પોતાની આગવી શૈલીમાં ભક્તોને કથાનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે 9:00થી 12:00 અને બપોરે 3:00થી 6:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથામાં પધારનાર તમામ ભાવિકો અને સેવક સમુદાય માટે આશ્રમ પરિસરમાં દરરોજ સવારે 11:30 વાગ્યે અને સાંજે 7:00 વાગ્યે હરિહર મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, જે ભક્તો રૂબરૂ હાજર રહી શકે તેમ ન હોય તેઓ ઘરે બેઠા કથાનો લાભ લઈ શકે તે માટે ‘મોહનધામ ચેનલ’ યુટ્યુબ પર કથાનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. આ પાવન અવસરનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. કથાનો સમય અને મહાપ્રસાદની વ્યવસ્થા ત્રંબાના મોહનધામ આશ્રમ ખાતે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 9:00થી 12:00 અને બપોરે 3:00થી 6:00 વાગ્યા દરમિયાન શાસ્ત્રી હિરેનભાઈ જોષીના મુખે રામચરિત માનસ કથા યોજાશે. આશ્રમમાં આવતા ભક્તો માટે દરરોજ સવારે 11:30 અને સાંજે 7:00 વાગ્યે મહાપ્રસાદનો લાભ મળશે, જ્યારે બહારગામના ભાવિકો માટે મોહનધામ યુટ્યુબ ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ પણ નિહાળી શકાશે.
    Click here to Read More
    Previous Article
    સરાઝા હોટેલ દારૂ મહેફિલ કાંડ:20 દિવસ બાદ પણ FSL રિપોર્ટ હજુ બાકી, હોટેલ માલિકને પીઆઈ કૈલાએ આપી દીધી ક્લીનચિટ
    Next Article
    ભાસ્કર વિશેષ:શાસ્ત્રીમેદાનમાં આજથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ, બપોરે 2 વાગ્યે પંચનાથ પ્લોટથી પોથીયાત્રા નીકળી વ્રજધામ પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment