Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરાઝા હોટેલ દારૂ મહેફિલ કાંડ:20 દિવસ બાદ પણ FSL રિપોર્ટ હજુ બાકી, હોટેલ માલિકને પીઆઈ કૈલાએ આપી દીધી ક્લીનચિટ

    8 hours ago

    રાજકોટના કાલાવડ રોડ પર માલેતુજાર બિલ્ડરોની વિદેશી દારૂની મહેફિલ પર 20 દિવસ પૂર્વે એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડ્યા બાદ હજુસુધી પીધેલાઓના બ્લડ સેમ્પલના મેડિકલ રિપોર્ટ ન આવતાં ધરપકડની પ્રક્રિયા અટકેલી પડી છે ત્યારે બીજીબાજુ પીઆઈ કૈલાએ હોટેલમાં દારૂની મહેફિલની મંજૂરી આપનાર માલિકને ક્લીનચિટ આપી દેતા અનેક સવાલો ઉઠ્યા છે. હોટેલમાં પાર્ટીનું આયોજન કરનાર ડેકોરા ગ્રૂપના ચિરાગ અરવિંદ પટેલે વિદેશી દારૂ રાજસ્થાનથી લાવ્યાની કબૂલાત કરતાં પોલીસે તે ક્યાંથી અને ક્યારે દારૂ લાવ્યો તેની તપાસ પણ પડતી મૂકી દીધી છે. આ કેસમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.એમ. કૈલાને તપાસ સોંપવામાં આવી છે, ત્યારે પીઆઈ કૈલાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, હજુ સુધી દારૂની મહેફિલમાંથી પકડાયેલા 98 લોકોના બ્લડ સેમ્પલ લેવાયા બાદ તેમનો એફએસએલનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. ત્યારબાદ મહેફિલમાં હાજર મહિલાઓએ દારૂ પીધો હતો કે નહીં તે સ્પષ્ટ થશે. ત્યારે સવાલ એ ઊઠે છે કે, મહેફિલના સ્થળના સીસીટીવી ફૂટેજ પોલીસે લીધા છે કે કેમ? તે ચકાસવામાં આવ્યા છે કે કેમ? સહિતના મુદ્દે માલવિયાનગર પીઆઈ કૈલા મૌન સેવી રહ્યા છે અને જ્યારે પણ આ સવાલ ઉઠાવવામાં આવે ત્યારે આરોપીઓને બચાવવાના પ્રયાસ કરતા હોય તેવું વર્તન કરતા હોય. તપાસની પારદર્શકતા અંગે પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. સૌથી ગંભીર અને ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, તાજેતરમાં શીતલ પાર્ક પાસે ઇવેન્ટ ફ્લિક્સમાં બે શખસે દારૂની મહેફિલ યોજી હતી. જેમાં યુનિવર્સિટી પોલીસે કલમ-81 લગાવી છે. ત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના આવડા મોટા કેસમાં પોલીસે શા માટે આ કલમ લાગુ નહીં કરી હોય? તે પણ તપાસનો વિષય છે. આ કલમ હેઠળ પણ કલમ-65 જેટલી જ સજાની જોગવાઇ છે એટલે કે 2 વર્ષથી લઇને 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. દારૂની હેરાફેરી કરાઇ તે કાર અને આમંત્રણ અપાયા તે મોબાઇલ મુદ્દામાલ તરીકે કબજે કરવા જોઇએ રાજકોટના એક નિષ્ણાત વકીલને પૂછતા તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં હજુસુધી કેમ મેડિકલ એવિડન્સ આવ્યું નથી? તેમજ નશો કરનાર પુરુષો સામે ગુનો નોંધવામાં પોલીસે ઢીલ ન કરી અને મહિલાઓ સામે કેમ હજુસુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. જો પોલીસ ધારત તો સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી શકી હોત. અત્યાર સુધી ભૂતકાળમાં એકપણ કેસમાં આ રીતે કામગીરી કરાઇ નથી. બીજુ વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરીમાં જે કારનો ઉપયોગ કરાયો હોય એટલે કે રાજસ્થાનથી જે કારમાં દારૂ લવાયો અને દારૂની હેરાફેરીમાં જે કાર કે વાહનનો ઉપયોગ કરાયો હોય તે કબજે કરવી જોઇએ તે પોલીસે કરી નથી. તેમજ પાર્ટીના આમંત્રણ માટે જે મોબાઇલના ઉપયોગ કરાયા હોય તે પણ પોલીસે કબજે કરવા જોઇએ, પરંતુ પીઆઈ પટેલે હજુ સુધી તે કર્યું નથી. દારૂ કોણ લાવ્યું તેની તપાસ હજુ બાકી આરોપી ચિરાગ પટેલ કોની પાસેથી લાવ્યો તેની તપાસ પણ હજુસુધી પીઆઈ કૈલાએ પૂરી કરી નથી. આ અંગે પૂછતા તેઓએ વિદેશી દારૂ ચિરાગ પટેલ હોટેલના કોઇ હિન્દીભાષી કર્મચારી પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી હિન્દીભાષી શખ્સ કોણ છે, તેનું નામ શું છે ? તે અંગેની પણ જાકારી મેળવાઇ નથી અને તેની અટક પણ કરાઇ નથી કે તેને પૂછપરછ માટે બોલાવાયો નથી. જેના પરથી સ્પષ્ટ બને છે કે પોલીસ આ પ્રકરણમાં માત્ર કરવા ખાતર તપાસનું નાટક કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:મહાપાલિકાના ટીપીઓ સામે તપાસ ચાલુ હોવા છતાં જનરલ બોર્ડમાં કોઈ સામે તપાસ છે જ નહિ તેવો ખોટો જવાબ અપાયો
    Next Article
    મોહનદાસબાપાના સાંનિધ્યમાં શાસ્ત્રી હિરેન જોષી કથાનું રસપાન કરાવશે:ત્રંબામાં કાલથી બજરંગદાસ બાપાના જીવન પર રામ પારાયણનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment