Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મહાપાલિકાના ટીપીઓ સામે તપાસ ચાલુ હોવા છતાં જનરલ બોર્ડમાં કોઈ સામે તપાસ છે જ નહિ તેવો ખોટો જવાબ અપાયો

    8 घंटे पहले

    મનપામાં ત્રણેય ઝોનમાં ટીપીઓની નિમણૂક થયા બાદ ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદોમાં વધારો થતાં અને ટીપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેની વિગતો કોર્પોરેટરોએ ખુલ્લી પાડતાં મ્યુનિ. કમિશનરે બે ટીપીઓ સામે તપાસ હાથ ધરી હતી અને આ અંગે ગત જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવતા તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું અને બે માસ બાદ ફરી આ પ્રશ્ન પૂછાયો ત્યારે જનરલ બોર્ડમાં મુખ્ય ટીપીઓ હિતાર્થ આર્યએ ખોટો જવાબ આપી આ પ્રકારની કોઈ તપાસ ચાલુ જ નથી તેવું નફ્ફટાઈ પૂર્વક જણાવી બન્ને ટીપીઓને છાવરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની ભરતી કરવામાં આવી છે. 14 માસ પૂર્વે નોકરીએ લાગેલા અને હાલ પ્રોબેશન પિરિયડ પર રહેતા ત્રણ ટાઉન પ્લાનર પૈકી બે સામે ભ્રષ્ટાચારની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ પહોંચી છે. જેની સામે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવની કબૂલાત ગત બોર્ડમાં કરવામાં આવી હતી. જોકે આશ્ચર્યજનક રીતે ટીપીઓના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા અને તે સમયે પણ પ્રકરણ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે ટીપીઓ વિરુદ્ધ કોઈ તપાસ છે જ નહિ તેવો જવાબ આપવામાં આવ્યો છે અને બોર્ડના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ ત્રણેય ઝોનના ટાઉન પ્લાનરની ભરતી અને અત્યાર સુધીની તેઓએ કરેલી કામગીરીની વિગત માગી હતી. જેના જવાબમાં એવું જણાવવામાં આવ્યું છે કે, શહેરના ત્રણેય ઝોનમાં ગત 22 જુલાઈ 2025ના રોજ ટાઉન પ્લાનરની ભરતી કરવામાં આવી છે. હાલ તેઓ બે વર્ષના પ્રોબેશન પિરિયડ પર છે. ઈસ્ટ ઝોનમાં અભિ પટેલ, વેસ્ટ ઝોનમાં હેતલ સોરઠિયા અને વેસ્ટ ઝોનમાં ભાર્ગવ બરવડિયા ટાઉન પ્લાનર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. જે પૈકી અભિ પટેલ અને ભાર્ગવ બરવડિયા વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે તે ક્યાં સુધી પહોંચી તેની વિગતો માગી હતી, પરંતુ બોર્ડમાં અધિકારીએ કોઈ ટોપીઓ સામે તપાસ ચાલુ જ નથી તેવો ખોટો જવાબ આપ્યો છે. આ મામલે મેયર નેહલ શુક્લે જણાવ્યું છે કે, તેમની વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ થઈ છે અને તપાસ ચાલુ છે, પરંતુ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે કેમ તે અંગે મને જાણ નથી. અત્રે નોંધનીય છે કે, જનરલ બોર્ડમાં ક્યારેય ખોટી માહિતી આપવામાં આવતી નથી અને જો આપવામાં આવે તો તેની સામે પગલાં લેવાઇ છે.
    Click here to Read More
    Previous Article
    સ્પ્રિંકલર, એક્ઝિટ ગેટ, ક્ષતિગ્રસ્ત સાધનો સહિતની બેદરકારી બહાર આવી:હોસ્પિટલ અને કોમર્શિયલ ઇમારતો સહિત 2374 એકમમાં ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી
    Next Article
    સરાઝા હોટેલ દારૂ મહેફિલ કાંડ:20 દિવસ બાદ પણ FSL રિપોર્ટ હજુ બાકી, હોટેલ માલિકને પીઆઈ કૈલાએ આપી દીધી ક્લીનચિટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment