Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્ટિબાયોટિકનો બેફામ ઉપયોગ ભવિષ્ય માટે જોખમી:નેત્રંગમાં વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહની ઉજવણી: તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જનજાગૃતિ રેલી

    7 घंटे पहले

    નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસ, નેત્રંગ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ એન્ટીમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહ (18 થી 24 નવેમ્બર) અંતર્ગત ઉદ્ઘાટન કાર્યક્રમ અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની વૈશ્વિક થીમ ''એક આરોગ્ય, એક પહેલ: એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને આજે જ અટકાવો'' હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ.એન. સિંગ, મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. એ.એન. સિંગે લાલબત્તી ધરતાં જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી, અતિશય ઉપયોગ જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહ્યો છે. સૂક્ષ્મજીવોમાં દવાઓ સામે પ્રતિકારક શક્તિ વિકસે છે. ભવિષ્યમાં સામાન્ય ચેપની સારવાર પણ અત્યંત મુશ્કેલ બનશે. તેમણે નાગરિકોને મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરની સલાહ વિના સીધી દવાઓ ખરીદવાનું બંધ કરવા અપીલ કરી હતી. માત્ર તબીબી માર્ગદર્શન મુજબ જ દવા લેવા કહ્યું હતું. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા જણાવ્યું હતું. રેલી દરમિયાન નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ એન્ટિબાયોટિક દવાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરી આવનારી પેઢીનું આરોગ્ય સુરક્ષિત બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી. કેમ જીવલેણ બની શકે એન્ટિબાયોટિક દવાઓનો આડેધડ ઉપયોગ વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ એ માનવ, પશુ અને પર્યાવરણના સ્વાસ્થ્ય માટે વૈશ્વિક પડકાર છે. જ્યારે આપણે સામાન્ય શરદી-તાવમાં પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક લઈએ છીએ અથવા દવાનો પૂરો કોર્સ અધવચ્ચે છોડી દઈએ છીએ, ત્યારે શરીરના બેક્ટેરિયા તે દવા સામે લડવાની ક્ષમતા કેળવી લે છે. પરિણામે, ગંભીર બીમારી કે ઓપરેશન સમયે આ દવાઓ બિનઅસરકારક સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના કોમર્શિયલ દબાણો દૂર કરાયા:ભરૂચમાં દબાણો સામે તંત્રનું બુલડોઝર‎ સતત બીજા દિવસે પણ ફરી વળ્યું
    Next Article
    ‘ગૃહમંત્રી અમિત શાહ તમારો ફોન સાંભળી રહ્યા છે’:જેકલીનને કરોડોની ગિફ્ટ, ઉદ્યોગપતિ-નેતાઓ સાથે અબજોનું ચીટિંગ, ઠગ સુકેશ ચંદ્રશેખરની કુંડળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment