Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના કોમર્શિયલ દબાણો દૂર કરાયા:ભરૂચમાં દબાણો સામે તંત્રનું બુલડોઝર‎ સતત બીજા દિવસે પણ ફરી વળ્યું

    7 hours ago

    ભરૂચ શહેરમાં માર્ગો પરના દબાણો સામે વહીવટી તંત્રએ જાણે આરપારની લડાઈ શરૂ કરી હોય તેમ સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની ઝુંબેશ યથાવત રાખી છે. શહેરના કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના મુખ્ય માર્ગની બંને બાજુ વર્ષોથી થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ખાસ કરીને રોડ માર્જિનની 9 મીટરની જગ્યામાં આવેલા કોમર્શિયલ દબાણો નિશાન પર રહ્યા હતા. પ્રથમ દિવસથી શરૂ થયેલી આ ઝુંબેશ બીજા દિવસે પણ પૂરજોશમાં આગળ ધપાવવામાં આવી. તંત્રની ટીમે રોડની બંને બાજુના કોમર્શિયલ દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી શરૂ રાખી છે. કસકથી ઝાડેશ્વર ચોકડી સુધી દબાણો દૂર થતાં માર્ગ ખુલ્લો થવાની સાથે વાહનવ્યવહાર વધુ સરળ બનવાની આશા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને આગામી શુકલતીર્થ મેળાને ધ્યાનમાં રાખતાં આ કામગીરી મહત્ત્વની બની છે. મેળા દરમિયાન માર્ગો પર વાહનોની અવરજવર વધવાની સંભાવના રહે છે. ત્યારે કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના માર્ગ પરના દબાણો દૂર થવાથી સંભવિત ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત મળી શકે છે. રોડ માર્જિનમાં કોમર્શિયલ દબાણો પર તંત્રની નજર ભરૂચમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. દબાણ હટાવવાની કામગીરીમાં ખાસ કરીને રોડ માર્જિનની 9 મીટરની જગ્યામાં આવેલા કોમર્શિયલ દબાણો દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત માર્ગ પર દુકાનો અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે રસ્તાની ખુલ્લી જગ્યાનો ઉપયોગ મર્યાદિત થતો હોવાની સ્થિતિ વચ્ચે તંત્રએ આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ કામગીરી બાદ રોડ માર્જિનની જગ્યા ફરી દબાણમુક્ત રહે તે માટે નિયમિત દેખરેખ પણ એટલી જ જરૂરી બનશે. શુક્લતીર્થ મેળા વખતે આ માર્ગ કેમ મહત્ત્વનો?‎ શુકલતીર્થ મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને વાહનો ભરૂચ‎તરફથી અવરજવર કરે છે. આવા સમયે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું‎ભારણ વધે છે. કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીનો માર્ગ ખુલ્લો રહે તો‎વાહનોની સરળ અવરજવરમાં મદદ મળી શકે છે. માર્ગની બંને બાજુના‎દબાણો દૂર થવાથી વાહનચાલકોને રસ્તાની વધુ ઉપયોગી જગ્યા મળી શકે‎છે અને સંભવિત ટ્રાફિકજામની સ્થિતિમાં રાહત મળવાની આશા છે.‎
    Click here to Read More
    Previous Article
    પરંપરા:જગતમંદિરમાં ગોપાલલાલજી અને તુલસી માતાના વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવાહ સંપન્ન
    Next Article
    એન્ટિબાયોટિકનો બેફામ ઉપયોગ ભવિષ્ય માટે જોખમી:નેત્રંગમાં વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહની ઉજવણી: તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જનજાગૃતિ રેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment