Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરંપરા:જગતમંદિરમાં ગોપાલલાલજી અને તુલસી માતાના વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવાહ સંપન્ન

    7 घंटे पहले

    ધર્મનગરી દ્વારકાના જગતપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં દેવઉઠી એકાદશીના પવિત્ર અવસરે ભગવાન દ્વારકાનાથ અને દેવી તુલસીના લગ્નોત્સવની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. અહી એલ.આર. ગ્રુપના યજમાનપદે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાની લાગણી અનુભવી હતી. હિન્દુ ધર્મની માન્યતા મુજબ દેવઉઠી એકાદશીના દિવસે દેવી તુલસીના ભગવાન દ્વારકાનાથ સાથે વિવાહ સંપન્ન કરાવીને સંસારનાં તમામ શુભ અને માંગલિક કાર્યોનો પુનઃ પ્રારંભ કરવામાં આવે છે. પાવન અવસરે વિવિધ મંદિરોમાં શેરડીના મંડપ તૈયાર કરવામાં આવે છે અને તેમાં દીવાઓ પ્રજ્વલિત કરીને ભગવાન શ્રીજી તથા માતા તુલસીના વિવાહની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાનને વિશેષ તુલસીદળ અર્પણ કરવાનું પણ વિશેષ મહાત્મ્ય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીના શણગારથી સજાવી શાલિગ્રામજીની સાત પ્રદક્ષિણા કરાવવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરમાં આ પ્રસંગે ગોપાલલાલજી અને તુલસીજીના વિવાહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સવારે ગ્રહશાંતિની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજના સમયે રાણીવાસમાં બિરાજમાન ગોપાલજીને વરરાજા સમાન આકર્ષક શણગાર ધારણ કરાવવામાં આવ્યો હતો. વાજતે-ગાજતે ગોપાલજીનો ભવ્ય વરઘોડો દ્વારકા નગરીના રાજમાર્ગો પર નીકળ્યો હતો, જેમાં ભક્તો અને નગરજનોએ ઉત્સાહભેર જોડાઈ ધાર્મિક પ્રસંગને માણ્યો હતો.રાત્રિના સમયે જગતમંદિરના પટાંગણમાં પરંપરાગત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ગોપાલલાલજી તથા તુલસીમાતાના વિવાહ સંપન્ન કરાવવામાં આવ્યા હતા. મંદિરના સેવાયતો અને પૂજારી પરિવાર દ્વારા ધાર્મિક પરંપરા મુજબ લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભગવાન અને તુલસીમાતાના પવિત્ર વિવાહોત્સવનાં દર્શન કરવા દ્વારકાવાસીઓ ઉપરાંત બહારગામથી આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ દિવ્ય પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી. તુલસી વિવાહ પ્રસંગે છપ્પન ભોગ મનોરથ જગતમંદિરમાં પર઼પરાગત તુલશી વિવાહ ઉત્સવપ્રસંગે ભગવાન દ્વારકાધીશજીને છપ્પન ભોગ મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો.જે સાથે ઠાકોરજીને મસ્તક પર સાફો,મોરપીંછ, કમરબંધ વગેરે વિવિધ શણગાર પણ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નાની ચોવીસીમાં બે વર્ષથી પાણીની લાઈન તૂટેલી હાલતમાં,20 પરિવારો પરેશાન:ડ્રેનેજ કામગીરી બાદ સમારકામ ન કરાતા હેન્ડપંપનો સહારો લેવા મજબૂર રહીશો; મનપાની કામગીરી સામે રોષ
    Next Article
    કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના કોમર્શિયલ દબાણો દૂર કરાયા:ભરૂચમાં દબાણો સામે તંત્રનું બુલડોઝર‎ સતત બીજા દિવસે પણ ફરી વળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment