Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટવેવની અસર જણાય તો અહીં પહોંચજો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ 20 બેડનો સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો, તબીબો સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે

    10 hours ago

    સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે રંગીલા રાજકોટમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ આકરી ગરમી અને લૂ (હીટવેવ) સામે નાગરિકોના રક્ષણ માટે રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. હર્ષદ દૂસરાના જણાવ્યા અનુસાર, કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે આ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વોર્ડ નંબર 10ના બિલ્ડિંગમાં (ઇમરજન્સી વિભાગની ઉપર) હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો છે. આ વોર્ડમાં 5 અનુભવી તબીબો અને 10 નર્સિંગ સ્ટાફની ટીમ 24 કલાક ખડેપગે સેવા આપશે. 'સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ' આપવામાં આવશે દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં ORS પેકેટ, જીવનરક્ષક દવાઓ અને ઠંડક આપતા સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીના લક્ષણો મુજબ તેને તાત્કાલિક 'સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ' આપવામાં આવશે. ગરમીથી બચવા અને તબિયત ન બગડે તે માટે તબીબોએ સાવચેતી રાખવા અપીલ કરી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, જ્યારે હીટવેવ જેવી સ્થિતિ હોય ત્યારે લોકોએ ખાસ કરીને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને શરીરને શક્ય તેટલું ઢાંકીને રાખવું જોઈએ. ખાસ કરીને બપોરે 1થી 4 વાગ્યાના સમયગાળામાં, જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું હિતાવહ છે. જે લોકોને વ્યવસાય કે નોકરીના કારણે બહાર નીકળવું પડે તેમ હોય, તેમણે સાથે લીંબુ શરબત, ગોળનું પાણી અથવા સાદું પાણી રાખવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું જોઈએ.તડકામાંથી આવ્યા બાદ તરત જ એસી (AC) માં જવાને બદલે થોડીવાર સામાન્ય વાતાવરણમાં બેસવું જોઈએ. ક્યારે તબીબી મદદ લેવી? જો તમને અથવા તમારી આસપાસ કોઈ વ્યક્તિમાં નીચે મુજબના લક્ષણો દેખાય, તો તુરંત સિવિલ હોસ્પિટલ અથવા નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. 1.અચાનક ચક્કર આવવા. 2.ઉલટી અથવા ઉબકા થવા. 3.આંખે અંધારા આવવા. 4.ખૂબ જ ગભરામણ અનુભવવી. રાજકોટ સિવિલ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રનું મેડિકલ હબ હોવાથી, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી દર્દીઓને ઝડપી અને સચોટ સારવાર મળી રહે.
    Click here to Read More
    Previous Article
    મસાલાના ભાવમાં ઘટાડો:રાજકોટમાં મરચું, હળદર, ધાણાજીરું, ઘઉંની ખરીદી સસ્તી થઈ : ગોંડલીયુ - રેશમપટ્ટો સસ્તું-કાશ્મીરી મરચું મોંઘુ, 12 માસ બગડે નહીં તેવા વેક્યુમ પેક ઘઉં આવ્યા
    Next Article
    Madhya Pradesh Cruise Incident | જબલપુરમાં નર્મદા નદીના બરગી ડેમમાં ક્રુઝ ડૂબ્યું | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment