Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના સર્વેનો ચોંકાવનારો રિપોર્ટ:162 જર્જરિત‎ઈમારત છતાં 32 જ ઊતારાઈ, 130 હજી જોખમી

    8 घंटे पहले

    નવસારી શહેરમાં જર્જરિત ઈમારતો હવે શહેરીજનો માટે "મોતનો સામાન" બની રહી છે. છેલ્લા એક જ સપ્તાહમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે અતિશય જર્જરિત ઈમારતોના સ્લેબ અને પોપડા ધડાકાભેર તૂટી પડવાની ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને ફફડાટ ફેલાયો છે. પ્રથમ ઘટનામાં શહેરના દરગાહ રોડ પર આવેલા અતિશય જર્જરિત "આસોપાલવ એપાર્ટમેન્ટ’નો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઈમારતના અંદર અને બહારના તમામ બીમ, કોલમ અને સ્લેબ સંપૂર્ણપણે ખખડી ગયા છે, જેમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. બાજુમાં આવેલા કરિશ્મા કોમ્પ્લેક્સ તરફના રસ્તા પર પણ આ એપાર્ટમેન્ટના ફાટી ગયેલા બીમ અને પ્લાસ્ટરના ટુકડા રોજેરોજ ખરી રહ્યા હોવાથી રાહદારીઓ અને રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે. બીજી ઘટના નવસારી એસ.ટી. બસ ડેપોની બાજુમાં આવેલી એક ઈમારતમાં બની હતી, જ્યાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો. તહેવારોની ભીડ અને સતત અવરજવર વચ્ચે બનેલી આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી. વર્ષ-2002માં આ મિલકતમાં માત્ર G+1 (ગ્રાઉન્ડ પ્લસ વન) માળની જ મંજૂરી હતી, પરંતુ ત્યારબાદ સિટી સર્વેમાં એન્ટ્રી અને રિવાઇઝ્ડ પ્લાનના નામે ક્ષમતાથી વધુ એટલે કે બીજા અને ત્રીજા માળનું બાંધકામ ખડકી દેવાયું હતું. વધારાના વજનને કારણે ઈમારત અત્યંત જોખમી બની ગઈ છે. સ્લેબના પોપડા ખરતા ઘરે જતા ડર લાગે છે અમારા એપાર્ટ.માં જવાની ગલી આસોપાલવ એપાર્ટમેન્ટની બાજુમાંથી જાય છે. મનપા એ આસોપાલવ એપાર્ટમેન્ટને બેથી ત્રણ વાર નોટિસ આપી પછી કોઈ જોવા આવ્યું નથી.અમારા એપાર્ટ.માં 20 પરિવારોને જવાનો રસ્તો ગલીમાંથી જવાનો છે. પસાર થતા ગભરાટ થાય છે. > શહબાઝ પઠાણ, રહીશ, કરિશ્મા એપાર્ટમેન્ટ જે મિલકત પર કોર્ટમાં સિવિલ દાવો ચાલુ છે તેની સામે કાર્યવાહી નહીં અતિ ભયજનક ચારથી પાંચ એપાર્ટમેન્ટ ને પાણી અને ડ્રેનેજ કનેક્શન બંધ કરવાની નોટિસ અપાઈ છે. નળ-ડ્રેનેજ કનેક્શન કાપ્યા બાદ બાંધકામ તોડી પડાશે. જે મિલકતો પર કોર્ટમાં સિવિલ દાવો ચાલુ છે તેના પર હાલ તોડફોડની કાર્યવાહી થઈ શકશે નહીં. >કિશોર નાયકા, મનપા અધિકારી જર્જરિત ઈમારતો નહીં ઉતારાતા અકસ્માતનું જોખમ યથાવત નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની જોખમી અને જર્જરિત ઈમારતો સામે લાલ આંખ કરવામાં આવી છે. મનપાના સર્વેમાં કુલ 162 ઈમારતો જર્જરિત હાલતમાં જણાતા તમામ મિલકતધારકોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, તંત્રની કડક કાર્યવાહી અને નોટિસ છતાં અત્યાર સુધીમાં માત્ર 32 ઈમારતો જ ઉતારી લેવામાં કે રિપેર કરવામાં આવી છે, જ્યારે હજુ પણ 130 જેટલી જોખમી ઈમારતો યથાવત હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. જનતાનો મનપાને ખુલ્લો પત્ર શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યારે જ મનપાની આંખ ઉઘડશે? પ્રતિ, જવાબદાર અધિકારીઓ, નવસારી મહાનગરપાલિકા. નવસારીના દરગાહ રોડ સ્થિત આસોપાલવ એપાર્ટમેન્ટ અને એસ.ટી. ડેપો પાસે એક જ સપ્તાહમાં બે જર્જરિત ઈમારતોના સ્લેબ તૂટવાની ઘટના અમારા માટે ચેતવણી સમાન છે. ક્ષમતાથી વધુ બાંધકામ અને સડી ગયેલા સળિયાવાળી આ ઈમારતો નીચેથી પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે. માત્ર કાગળ પર નોટિસો ફટકારીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ જોખમી બાંધકામોની પરવાનગી રદ કરી, તાત્કાલિક ઉતારી પાડવાની નક્કર કાર્યવાહી કરો. નવસારીની જનતા હવે માત્ર આશ્વાસન નહીં, પણ સુરક્ષા અને કડક પગલાં ઈચ્છે છે. લિ. જાગૃત નવસારીવાસીઓ
    Click here to Read More
    Previous Article
    365 દુકાનો પરથી કાર્ડધારકોનેકરાતા અનાજ વિતરણની સમીક્ષા:નવસારીમાં સસ્તા અનાજની દુકાનોની‎ ગેરરીતિઓ સામે કલેક્ટરની લાલ આંખ
    Next Article
    નાની ચોવીસીમાં બે વર્ષથી પાણીની લાઈન તૂટેલી હાલતમાં,20 પરિવારો પરેશાન:ડ્રેનેજ કામગીરી બાદ સમારકામ ન કરાતા હેન્ડપંપનો સહારો લેવા મજબૂર રહીશો; મનપાની કામગીરી સામે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment