Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-પાટણ નગરપાલિકાએ 365 સફાઈકર્મચારીને ગણવેશ આપ્યા:મહિલાઓને બે જોડી સાડી, પુરુષોને સફારી સૂટ; આરોગ્ય અને કાર્યક્ષમતા વધારવા પ્રયાસ

    7 hours ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના કલ્યાણ અને તેમને સુવિધાસભર કાર્યપરિસ્થિતિ પૂરી પાડવાના હેતુથી સફાઈવેરા પ્રોત્સાહક યોજના અંતર્ગત 365 સફાઈ કર્મચારીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શુક્રવાર, તા. 9 ઓક્ટોબરના રોજ નગરપાલિકા કચેરીના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ, ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદય શાહ, સેનીટેશન ચેરમેન પરેશ બારીયા સહિત નગરપાલિકાના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યોજના હેઠળ સફાઈ કર્મચારીઓ પૈકી મહિલા કર્મચારીઓને બે જોડી સાડીની કીટ, જ્યારે પુરુષ સફાઈ કર્મચારીઓને બે જોડી સફારી સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે કુલ 365 કર્મચારીઓને ગણવેશનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે જણાવ્યું હતું કે, વેરાવળ-સોમનાથ નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર ગણવેશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકામાં ફરજ બજાવતા આશરે 365 સફાઈ કર્મચારીઓને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. ગણવેશ વિતરણની શરૂઆત નગરપાલિકાના પ્રાંગણમાંથી કરવામાં આવી છે, જ્યારે બાકીના કર્મચારીઓને વોર્ડવાર ગણવેશ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ યોગ્ય ગણવેશ પહેરીને સુવ્યવસ્થિત રીતે પોતાની ફરજ બજાવી શકે અને કામ દરમિયાન તેમને આરામદાયક અનુભવ થાય તે આ આયોજનનો મુખ્ય હેતુ છે. શહેરની સ્વચ્છતા જાળવવામાં સફાઈ કર્મચારીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે ત્યારે તેમના કલ્યાણ, સુવિધા અને કાર્યક્ષમતા વધારવા નગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રમુખે ઉમેર્યું હતું કે, નગરપાલિકા દ્વારા અગાઉ સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ વધુ સારી રીતે પોતાની કામગીરી કરી શકે તે માટે આરોગ્ય સહિતની બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શહેરની સ્વચ્છતા જાળવવામાં દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓને ગણવેશની સુવિધા ઉપલબ્ધ કરાવવાના આ કાર્યક્રમને કર્મચારી કલ્યાણની દિશામાં નગરપાલિકાનું એક પગલું માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીનો આપઘાતનો પ્રયાસ:ચોથા માળેથી કૂદતાં એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો, ઇજાગ્રસ્ત દર્દીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો, દર્દીને ગંભીર ઈજા, એમ્બ્યુલન્સ ચાલકની કમરના મણકા તૂટતાં સારવાર હેઠળ
    Next Article
    ‘Are you going to Delhi?’ Gujarat Police detain, call and house arrest students, activists before protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment