Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CGST બાદ SGSTની પણ નોટિસ, વેપારીઓમાં મૂંઝવણ:માઇનિંગ રોયલ્ટી પર 18 ટકા જીએસટી મુદ્દે સરહદી કચ્છના વેપારીઓને નોટિસ ફટકારાઇ

    1 day ago

    કચ્છમાં અનેક પ્રકારના ખનિજો જેવા કે રેતી, કાંકરી, કપચી, ચાઇના ક્લે, કેઓલિન, બેન્ટોનાઇટ વગેરે બહોળા પ્રમાણે ઉપલબ્ધ છે. આવા કોઈપણ ખનિજનું ખનન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી લીઝ લેવી પડે છે. ત્યારબાદ જમીનમાંથી જેટલી માત્રામાં ખનિજ કાઢવામાં આવે તેના આધારે પ્રતિ ટનના હિસાબે રાજ્ય સરકારને માઇનિંગ રોયલ્ટી ચૂકવવી પડે છે. રોયલ્ટી પર રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ 18 ટકા જીએસટી ન ભરવા બદલ કચ્છ અને આસપાસના વેપારીઓને શો કોઝ નોટિસો (SCN) ફટકારવવામાં આવી છે. કચ્છના અનેક વેપારીઓને સીજીએસટી દ્વારા પહેલા નોટિસ આવી ગઈ હોવા છતાં પણ તેમના પાસે ડેટા બેસ ન હોતાં, ફરીથી સમન્સ આવી રહ્યા છે. સાથે જ સ્ટેટ જીએસટીએ પણ નોટિસ બજવવાની શરૂ કરી છે પરંતુ તે જ સમય ગાળા દરમ્યાનની નોટિસ અમુક કિસ્સામાં પહેલેથી જ સીજીએસટીએ આપી દીધી છે. જીએસટી હેઠળ સામાન્ય રીતે વેચાણ કરનાર વ્યક્તિ જ ગ્રાહક પાસેથી જીએસટી વસૂલ કરીને સરકારમાં જમા કરાવે છે. પરંતુ કેટલાક ચોક્કસ વ્યવહારોમાં ખરીદનારને જ ખરીદીના ખર્ચ પર જીએસટી ભરવાનો હોય છે, ત્યારબાદ તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ઉપલબ્ધ થાય છે. આવા વ્યવહારોને ‘રિવર્સ ચાર્જ’ હેઠળ આવતાં વ્યવહારો કહેવાય છે. જ્યારે જીએસટી અમલમાં આવ્યું ત્યારે રોયલ્ટી પર રિવર્સ ચાર્જ લાગુ પડશે કે નહીં અને લાગુ પડે તો કેટલા દરે લાગુ પડશે, તે અંગે ઘણી અનિશ્ચિતતા હતી. રેટ નોટિફિકેશનમાં પણ આ મુદ્દે સ્પષ્ટતા નહોતી. બીજી તરફ, જૂના ચુકાદાના આધારે એવી દલીલ કરાઈ હતી કે રોયલ્ટી એક પ્રકારનો ટેક્સ છે અને ટેક્સ પર ફરીથી જીએસટી વસૂલ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે વર્ષ 2024માં સ્પષ્ટ કર્યું કે રોયલ્ટી ટેક્સ નથી જુલાઈ, 2024માં ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રોયલ્ટી કોઈ ટેક્સ નથી, પરંતુ ખનિજના ઉપયોગ બદલ ચૂકવાતુ ‘કન્સિડરેશન’ છે. આ ચુકાદા બાદ ટેક્સ વિભાગે આવી રોયલ્ટી પર નો GST, વર્ષ 2017-18થી શરૂ કરીને અત્યાર સુધીની બાકી નીકળતી રકમ પર વસૂલાત અને પેનલ્ટીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે વર્ષ 2024 માં પ્રથમ વખત સ્પષ્ટ કર્યું કે રોયલ્ટી ટેક્સ નથી, ત્યારે તે પહેલાંના સમયગાળામાં રોયલ્ટી પર રિવર્સ ચાર્જ હેઠળ જીએસટી ન ભરનાર લીઝ ધારકો સામે ફ્રોડ અથવા તથ્યો દબાવવાનો આરોપ મૂકી કલમ 74 કેવી રીતે લાગુ કરી શકાય. રોયલ્ટી સાથે અન્ય વસૂલાત માની એક, જેમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) હોય છે. CBICના સર્ક્યુલર મુજબ DMF પર જીએસટી લાગુ પડતો નથી. છતાં કેટલીક નોટિસોમાં DMFની રકમ પર પણ રિવર્સ ચાર્જની માંગ કરાઈ છે. તે ઉપરાંત જે ધંધાર્થીનો ટર્નઓવર 20/40 લાખથી ઓછો હોય, તેઓને રિવર્સ ચાર્જ લાગુ પડતું નથી. આવા અનેક મુદ્દાઓની સ્પષ્ટતા હવે અપીલ ઓથોરિટી તથા અદાલતોના નિર્ણયોથી જ થશે. - દીપ કોરડિયા, સી.એ.,ભુજ
    Click here to Read More
    Previous Article
    કૌભાંડ:1125 કરોડના ટેન્સાઇલ જમીન કૌભાંડમાં ડીજીને રજૂઆત બાદ પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી
    Next Article
    આજે વિશ્વ સિંહ દિવસ:કુલ 365 હેક્ટરમાં ફેલાયેલા પાર્કમાં આવતા મુલાકાતીઓને ગીરના કુદરતી વાતાવરણનો અનુભવ થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment