Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૌભાંડ:1125 કરોડના ટેન્સાઇલ જમીન કૌભાંડમાં ડીજીને રજૂઆત બાદ પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી

    1 day ago

    માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની રૂ.1125 કરોડની જમીનના મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી ન હોવાનો આરોપ લાગ્યો છે. સામસામે ફરિયાદો વચ્ચે કંપનીના પૂર્વ ડિરેક્ટરે રાજ્યના પોલીસ વડા સમક્ષ તપાસ સીઆઇડીને સોંપવા માગ કરી હતી. જો કાર્યવાહી ન થાય તો હાઇકોર્ટમાં રિટ પિટિશનની તૈયારી શરૂ કરી છે. જેને પગલે શહેર પોલીસે તપાસ શરૂ કરી છે. ટેન્સાઇલના પૂર્વ ડિરેક્ટર કિશોર જગજીવનદાસ સુરતવાલાએ ડીજીપીને લેખિત રજૂઆતમાં આક્ષેપો કર્યા હતા કે, સંજય વલ્લભદાસ પટેલે મારી સામે ફરિયાદ કરતાં જ ક્રાઇમ બ્રાન્ચે મારી ધરપકડ કરી હતી. કોર્ટે મને જામીન આપ્યા હતા. મેં સંજય પટેલ સામે આપેલી અરજી પર પોલીસે કોઈ પગલાં ન લેતા આખરે મારે કોર્ટના શરણે જવું પડ્યું હતું. કોર્ટના આદેશ બાદ પોલીસે સંજય પટેલ સામે ફરિયાદ તો નોંધી, પરંતુ તે ખુલ્લા ફરી રહ્યા છે. અગાઉ કંપનીના પ્રમોટર ડિરેક્ટર સંજય પટેલે પૂર્વ ડિરેક્ટર અમિત શાહ અને બિલ્ડર ભાવેશ અમીન સહિત 8 સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશથી ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડર સંજય પટેલ, ધર્મેશ અમીન, પિંકેશ રાય અને જીગ્નેશ દેસાઇ સામે ગુનો નોંધી તપાસ માંજલપુર પીઆઇ કે.એચ. ચૌધરીને સોંપી હતી. જોકે, કોર્ટના આદેશ છતાં આ ચારેય આરોપીની ધરપકડ કરાઈ નથી. તપાસ સીઆઇડીને ન સોંપાય તો મારે હાઇકોર્ટ પહોંચવું પડશે મારી ફરિયાદ અંગે જ્યારે હું રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચું છું ત્યારે બહાના બતાવીને કાઢી મૂકવામાં આવે છે. મને શંકા છે કે પોલીસ દબાણ લાવીને સમાધાન કરાવવાનો પ્રયાસ કરશે અથવા સંજય પટેલની ફરિયાદમાં ઉતાવળે ચાર્જશીટ રજૂ કરી દેશે. ડીજીપી સમક્ષ માગ કરી છે કે, તપાસ સીઆઇડીને સોંપવામાં નહીં આવે તો મારે હાઇકોર્ટ પહોંચવું પડશે. પરિણામે મેં વકીલનો સંપર્ક કરી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી શરૂ કરી છે. - કિશોર સુરતવાલા, પૂર્વ ડિરેક્ટર, ટેન્સાઈલ સ્ટીલ આ કેસમાં સર્ચ કર્યું છે, ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી આ કેસમાં સર્ચ શરૂ કર્યું છે. ટેન્સાઈલ સ્ટીલની પ્રથમ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. કોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી વળતી ફરિયાદની તપાસ મારી પાસે છે. ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે સરકારના વિવિધ વિભાગમાં મોકલ્યા છે. આરોપીઓનું સર્ચ શરૂ કર્યું છે. ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ તપાસ ઝડપી કરવામાં આવશે. - કે.એચ.ચૌધરી, પીઆઇ માંજલપુર
    Click here to Read More
    Previous Article
    2 કંપની ફરી પાછી મૂળ જગ્યાએ આવતાં ભેદ ઉકેલાયો:તસ્કરીનું સર્કલ,કલામંદિર જ્વેલર્સમાંથી ચોરાયેલી ₹25 લાખની હાર્ડ ડિસ્ક ફરીથી જ્વેલરને જ વેચી!
    Next Article
    CGST બાદ SGSTની પણ નોટિસ, વેપારીઓમાં મૂંઝવણ:માઇનિંગ રોયલ્ટી પર 18 ટકા જીએસટી મુદ્દે સરહદી કચ્છના વેપારીઓને નોટિસ ફટકારાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment