Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 કંપની ફરી પાછી મૂળ જગ્યાએ આવતાં ભેદ ઉકેલાયો:તસ્કરીનું સર્કલ,કલામંદિર જ્વેલર્સમાંથી ચોરાયેલી ₹25 લાખની હાર્ડ ડિસ્ક ફરીથી જ્વેલરને જ વેચી!

    1 day ago

    જેતલપુર રોડ પર આવેલા કલામંદિર જ્વેલર્સના નિર્માણાધિન શોરૂમમાંથી ચોરાયેલી રૂ.25.82 લાખની 57 પૈકીની 17 હાર્ડ ડિસ્ક 2 કંપનીઓ ફરીને જ્યાંથી ચોરાઇ તે જ શોરૂમને વેચાતાં ચોરીની આશ્ચર્યજનક ઘટનાનો પર્દાફાશ થયો હતો. હાર્ડ ડિસ્ક મોકલનાર કંપનીના પ્રોજેક્ટ મેનેજરે જ હાર્ડ ડિસ્ક ચોરી અન્ય કંપનીને વેચી હતી. ત્યારબાદ શોરૂમે હાર્ડ ડિસ્ક ચોરી થઇ જતાં નવી ખરીદી હતી, જો કે તેમાં શોરૂમમાંથી ચોરાયેલી હાર્ડ ડીસ્ક જ પરત તેમને વેચાઇ હોવાનો ઘટસ્ફોટ ડીસ્કના સિરીયલ નંબર ચકાસતાં થયો હતો. સુરતમાં રહેતા અને કલામંદિર જ્વેલર્સમાં આઈટી કામગીરી સંભાળતા પ્રતિક શાહે એપ્રિલમાં સુરતની માઈક્રો હાર્ડ આઈટી સોલ્યુશન પાસેથી સિગેટ કંપનીની 16 ટીબીની 57 હાર્ડ ડિસ્ક મગાવી હતી. આ હાર્ડ ડિસ્ક શોરૂમ પર રખાઈ હતી, ત્યારે જુલાઈમાં તપાસ કરતા તમામ હાર્ડ ડિસ્ક ચોરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. કામગીરી અટકે નહીં તે માટે આઈટી વિભાગે એ જ વેન્ડરને નવી હાર્ડ ડિસ્ક મોકલવા ઓર્ડર આપ્યો હતો. દરમિયાન, આઈઆર ફોકસ સીસીટીવી નામના સપ્લાયર તરફથી કલામંદિર જ્વેલર્સને 17 હાર્ડ ડિસ્ક મોકલવામાં આવી હતી. ટેકનિકલ ટીમે જ્યારે આ હાર્ડ ડિસ્કના સિરીયલ નંબર તપાસ્યા ત્યારે તેઓ દંગ રહી ગયા હતા. આ એ જ 57 પૈકીની 17 હાર્ડ ડિસ્ક હતી જે અગાઉ સાઈટ પરથી ચોરાઈ હતી. ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, આ હાર્ડ ડિસ્ક ગોપી સિક્યુરિટી સિસ્ટમ પાસેથી ખરીદાઈ હતી અને તેમણે તે સુરતના ચિરાગ પીપળીયા (રહે, પુણા ગામ) પાસેથી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ચિરાગ પોતે જ માઈક્રો હાર્ડ આઈટી કંપનીનો પ્રોજેક્ટ મેનેજર છે. અકોટા પોલીસે સમગ્ર મામલે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 6 ફેરામાં અઠવાડિયે એકવાર આવી વિઝિટના નામે ચોરી કરી, 3 લોકોને 57 હાર્ડ ડિસ્ક વેચી માઈક્રો હાર્ડ આઈટી સોલ્યુશન કંપનીના અન્ય કર્મચારીએ હાર્ડ ડિસ્ક તપાસતાં તે અગાઉ ચોરાયેલી અને પરત આવી હોવાનું સામે આવ્યું હતું. ચોરી કરનાર પ્રોજેક્ટ મેનેજર ચિરાગ પીપળીયાની ટીમ સાઇટ પર સીસીટીવી લગાવતી હતી. ત્યારે ચિરાગ દોઢ મહિનામાં અઠવાડિયે એકવાર વિઝિટના નામે સાઇટ પર આવતો હતો અને તે 6 ફેરામાં 57 હાર્ડ ડિસ્ક બેગામં મુકીને ચોરી કરી ગયો હતો. ચિરાગે 3 લોકોને 57 હાર્ડ ડિસ્ક વેચી દીધી હતી. અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરાશે પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી કરી રહી છે. અન્ય કોઈની સંડોવણી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરાઈ રહી છે. - ડી.વી.બલદાણીયા, પીઆઈ, અકોટા પોલીસ સ્ટેશન. હાઈ ડિમાન્ડ નહોતી, ડિસ્ટ્રિબ્યૂટર પાસે ડિમાન્ડ ઊભી કરી હાર્ડ ડિસ્ક પરત આવી
    Click here to Read More
    Previous Article
    ટેક્સટાઇલ વેસ્ટના રિયૂઝ માટે સંશોધન:વિદ્યાર્થીઓએ થર્મલ ઇન્સ્યુલેટેડ વોટર બોટલ-ટિફિન માટે બેગ બનાવી
    Next Article
    કૌભાંડ:1125 કરોડના ટેન્સાઇલ જમીન કૌભાંડમાં ડીજીને રજૂઆત બાદ પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment