Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાતંત્રય પર્વ પૂર્વે વોકેથોન યોજાઈ:અમરેલીના વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઊર્જા બચત અને સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કર્યા

    1 day ago

    આગામી 15 ઓગસ્ટે અમરેલીમાં યોજાનાર 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ પ્રિ-ઇવેન્ટ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. તેના ભાગરૂપે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે રાષ્ટ્રભક્તિ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતી ભવ્ય વોકેથોન યોજાઈ હતી. સરદાર પટેલ રમત સંકુલથી શરૂ થયેલી વોકેથોન ફોરવર્ડ સર્કલ અને નાગનાથ મંદિર થઈ રાજકમલ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, રમતવીરો, નવયુવાનો તથા પોલીસ બેન્ડ સહિતના સહભાગીઓએ ભાગ લીધો હતો. વોકેથોન દરમિયાન દેશના સ્વાતંત્ર્ય માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, ઊર્જાની બચત કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી શહેર પ્રાંત અધિકારી મહેશ નાકીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમ ફૂમકિયા સહિતના અધિકારીઓ અને યુવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આજે વિશ્વ સિંહ દિવસ:કુલ 365 હેક્ટરમાં ફેલાયેલા પાર્કમાં આવતા મુલાકાતીઓને ગીરના કુદરતી વાતાવરણનો અનુભવ થાય છે
    Next Article
    મુસાફરોની હાલાકીનો પાર નહીં:અમરેલીના નાગનાથ બસસ્ટેન્ડને અલીગઢના તાળા લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment