Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં મજૂરીના પૈસાના મનદુઃખમાં શ્રમિકે સાથીદારને છરી મારી:ગાયત્રી મંદિર સામે એચ.ડી.એફ.સી. બેન્ક નજીકની ઘટના; યુવક બેભાન અવસ્થામાં સારવાર હેઠળ

    14 hours ago

    ભાવનગર શહેરના ગાયત્રી મંદિર સામે આવેલી એચ.ડી.એફ.સી. બેન્ક નજીક મજૂરીના પૈસાની લેતીદેતી બાબતે થયેલી બોલાચાલીમાં 1 શ્રમિક યુવાન પર તેના જ સાથીદારે છરી વડે હુમલો કર્યો છે. આ ઘટનામાં પડખાના ભાગે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બેન્ક પાસે સ્ટેટમેન્ટ કઢાવવા ગયા ત્યારે પૈસા બાબતે ઝઘડો થયો બોરતળાવ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, હાદાનગર સ્થિત સર્વોદય સોસાયટીમાં રહેતા અલ્પેશ ચૌહાણ અને તેમનો ભાઈ અજય નિર્ભય સોસાયટી પાછળ બી.એમ.સી. દ્વારા જપ્ત કરાયેલી લારીઓ તોડવાનું મજૂરી કામ કરે છે, જેમની સાથે 'છોટુ' નામનો શ્રમિક પણ કામ કરે છે. ગઈકાલે સાંજે આશરે 4:30 વાગ્યે અજય અને છોટુ ગાયત્રી મંદિર સામેની એચ.ડી.એફ.સી. બેન્ક પાસે ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવવા ગયા હતા, ત્યારે મજૂરીના પૈસા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પડખામાં છરી મારી દેતા યુવકને હોસ્પિટલમાં ઓપરેશન કરવું પડ્યું ઝઘડાની જાણ થતા અજયે ભાઈ અલ્પેશને ફોન કરતા તેમણે કુટુંબી ભાઈ પવનને સ્થળ પર મોકલ્યા હતા, જ્યાં અજય પડખાના ભાગેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. મજૂરીના પૈસાના મનદુઃખમાં છોટુએ અજયને પડખામાં છરી મારી દીધી હતી, જેથી તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરાયું છે અને હાલ તેઓ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે, જ્યારે અલ્પેશ ચૌહાણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પિંગ સાઈટના ધુમાડાએ વિદ્યાર્થીઓનું ભણતર બગાડ્યું!:બોટાદ જવાહર નવોદય વિદ્યાલય ખાલી કરાઈ, વાલીઓ સંતાનોને ઘરે લઈ ગયા, સાઈટ બંધ કરાશે ત્યારે મોકલશે
    Next Article
    શંકરાચાર્ય જામળા ગામે પહોંચ્યા:બગીમાં શોભાયાત્રામાં જોડાયા, જૂના દરબારગઢમાં સત્સંગ કર્યો અને ગૌશાળામાં પૂજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment