Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકરાચાર્ય જામળા ગામે પહોંચ્યા:બગીમાં શોભાયાત્રામાં જોડાયા, જૂના દરબારગઢમાં સત્સંગ કર્યો અને ગૌશાળામાં પૂજન કર્યું

    7 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામે શનિવારે કાંચી કામકોટિ પીઠના 70મા પીઠાધીશ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીનું સ્વાગત કરાયું. તેઓ વડનગરથી જામળા આવ્યા હતા. પુષ્પવર્ષા બાદ તેમને બગીમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ તેમાં જોડાયા હતા. મહેન્દ્રસિંહ રાઠોડના આમંત્રણથી આવેલા શંકરાચાર્યજીની શોભાયાત્રા ગામના જુદા જુદા રસ્તા પરથી પસાર થઈ હતી. આ દરમિયાન દાદોસાની પ્રતિમાને માળા પહેરાવવામાં આવી હતી. શંકરાચાર્યજીએ નવનિર્મિત આર.ઓ. પાણીના પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. શોભાયાત્રા જૂના દરબારગઢ પહોંચી હતી. ત્યાં રાઠોડ પરિવારે આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું હતું. શંકરાચાર્યજીએ દરબારગઢમાં પૂજન કર્યું હતું. ત્યારબાદ યોજાયેલા સત્સંગમાં જુદા જુદા સમાજના આગેવાનો, ગ્રામજનો અને પરિવારજનો હાજર રહ્યા હતા. સત્સંગમાં શંકરાચાર્યજીએ સનાતન ધર્મની પરંપરા, આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિ વિશે વાત કરી હતી. તેમણે ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં ઉતારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સત્સંગ બાદ શંકરાચાર્યજી ગૌશાળા પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગૌપૂજન કર્યું અને ગૌશાળામાં બનેલા મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ જામળાથી અંબાજી જવા રવાના થયા હતા. જુઓ શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોની વધુ તસવીરો
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં મજૂરીના પૈસાના મનદુઃખમાં શ્રમિકે સાથીદારને છરી મારી:ગાયત્રી મંદિર સામે એચ.ડી.એફ.સી. બેન્ક નજીકની ઘટના; યુવક બેભાન અવસ્થામાં સારવાર હેઠળ
    Next Article
    1,111 કાર, 111 બુલેટ, 111 ઘોડીઓ સાથે ઠાકોરજીની જાન:રાજકોટમાં આહીર સેનાએ ભવ્ય રીતે તુલસી વિવાહ ઉજવ્યો; બંધવાડા મેલડી માતા મંદિરે 1 લાખથી વધુ લોકો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment