Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમ્પિંગ સાઈટના ધુમાડાએ વિદ્યાર્થીઓનું ભણતર બગાડ્યું!:બોટાદ જવાહર નવોદય વિદ્યાલય ખાલી કરાઈ, વાલીઓ સંતાનોને ઘરે લઈ ગયા, સાઈટ બંધ કરાશે ત્યારે મોકલશે

    11 hours ago

    બોટાદની જવાહર નવોદય વિદ્યાલય નજીક પાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલી છે. જેમાં લાગેલી આગના ઝેરી ધુમાડાના કારણે શાળા ખાલી કરવાની નોબત આવી છે. ધુમાડાથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થતાં વાલીઓએ પોતાના બાળકોને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. વાલીઓ રાતોરાત આવીને સંતાનોને ઘરે લઈ ગયા છે. 405 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં હાલ એકપણ વિદ્યાર્થી હાજર નથી. સતત ધુમાડાની સમસ્યા યથાવત્ હોવા છતાં તંત્રના ઉકેલ સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે વાલીઓ પણ ડમ્પિંગ સાઈટ બંધ કરાશે ત્યારે બાળકોને સ્કૂલે મોકલશે એવી ચીમકી આપી છે. દરમિયાન સ્કૂલના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પણ આ વાતને સમર્થન આપે છે. બોટાદ જવાહર નવોદય વિદ્યાલયની ઘટનાને લઈને બોટાદ નગરપાલિકાના પ્રમુખ અશ્વિન ખસીયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું કે, અમે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ ઝોનને આ ડમ્પિંગ સાઈટને વિઘાલયથી દૂર ખસેડવામાં આવે તેમ પત્ર લખ્યો છે. હવે તે નિર્ણય કરશે. ત્રણ તસવીરમાં ઘટના સમજો ગંભીર સ્થિતિ હોવાનો વાલીની વેદના અરવિંદ મકવાણાએ જણાવ્યું કે, અહીંની સ્થિતિ વિશે તો મોઢેથી બોલાય એવી પરિસ્થિતિ નથી, કેમ કે એટલી હદે અહીંની સ્થિતિ ગંભીર છે કે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. 405 બાળકને તમામ વાલી પોતાની જવાબદારીએથી લઈ ગયા છે. હવે અભ્યાસથી વંચિત રાખવું તો અમને પણ નથી ગમતું અને શાળા પ્રશાસનને પણ નથી ગમતું. પણ અમારા બાળકની ચિંતા, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અમે એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સદંતર આ ડમ્પિંગ અહીંથી હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી અમે એક પણ બાળકને શાળાએ મૂકવા આવવાના નથી. અમુક વિદ્યાર્થીઓને સર્કિટ હાઉસમાં સ્થળાંતર કર્યા વાલીએ વધુમાં જણાવ્યું કે, સર્કિટ હાઉસમાં એ તો શાળા પરિવાર વતી જે આયોજન કરવામાં આવ્યું સરસ મજાનું કરવામાં આવ્યું છે બાળકની ચિંતા લઈને. બાકી અમે એવું પ્રશાસન પાસેથી માંગણી કરીએ છીએ કે જે સંસ્થાની પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે અને કમસે કમ 70થી 100 કરોડનું આમાં સરકારે રોકાણ કર્યું છે અને સરસ મજાની આવી સ્કૂલ બનાવી છે, તો આ બાળકના ભવિષ્ય માટે અમે ખૂબ ચિંતિત છીએ કે ઉપરથી અમને કોઈ સચોટ જવાબ નથી મળતો અને આનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવતું વારંવાર. હવે પ્રશાસન દ્વારા એવું જણાવવામાં આવે છે કે અમારી ઓથોરિટીમાં નથી આવતું, અમને ઉપરથી જ્યારે આદેશ આપવામાં આવશે ત્યારે આનું થશે. અને અમે અમારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતિત છીએ કેમ કે અત્યારે 405 બાળકનો અભ્યાસ બગડી રહ્યો છે. ડમ્પિંગ સાઈટ હટાવવા માગ વાલી દિગ્વિજયસિંહ ડોડિયાએ જણાવ્યું કે, નગરપાલિકા ડમ્પિંગમાં ત્રણ-ચાર દિવસથી ધુમાડાનો પ્રોબ્લેમ હતો. પછી એના લીધે અમારા બાળકોને અહીંયા સ્વાસ્થ્યની અમને વાલીઓ બધાને એવું લાગ્યું કે અમારા બાળકને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ વસ્તુ રહી હતી. હવે અમારા વાલીનો એક જ નિર્ણય છે કે જો આ ડમ્પિંગ સાઈટમાં હટે નહીં ને ત્યાં સુધી અમે વાલીઓએ એવું નક્કી કર્યું છે કે અમે અમારા બાળકોને અહીંયા સ્કૂલે છોડશું નહીં. અત્યારે સ્કૂલમાં તો કોઈ બાળક પણ નથી, બધા બાળકોને ઘરે વાલી લઈ ગયેલ છે. તંત્રમાં રજૂઆત આપણે વારંવાર કરી છે, પણ તો પણ કોઈ પણ એ નિકાલ નથી. ચારેક દિવસ બાદ બાળકોને બોલાવાશે જવાહર નવોદય વિદ્યાલયના ઈ. પ્રિન્સિપાલ આર. કે. મીણાએ જણાવ્યું કે, અહીં કુલ 405 વિદ્યાર્થીઓ છે. અમારી બાજુમાં આવેલા ડમ્પિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ પહેલા આગ લાગી હતી. જેના કારણે ધુમાડો ખૂબ જ હતો, તેથી અમે જિલ્લા વહીવટીતંત્ર અને હેડક્વાર્ટરના માધ્યમથી તમામ બાળકોને વાલીઓ સાથે ઘરે મોકલી દીધા હતા. આજે અમારી ધોરણ 10 અને 12ની પ્રી-બોર્ડ પરીક્ષા છે, જેમાં કુલ 55 વિદ્યાર્થીઓ છે અને તે તમામ હાજર છે. અમે વાલીઓ સાથે ડમ્પિંગ યાર્ડની તે જગ્યાની મુલાકાત પણ લીધી હતી. ત્યાં ધુમાડો તો બંધ થઈ ગયો છે, પરંતુ આગ બુઝાવવાને કારણે જે ભીનું થયું છે, તેમાંથી હજુ થોડી દુર્ગંધ આવી રહી છે. આ કારણોસર અમે બાળકોને બે-ચાર દિવસ પછી શાળાએ બોલાવીશું. 2 લાખ બોટાદવાસીઓના સ્વાસ્થ્યનો મુદ્દો ડમ્પિંગ સાઈટ હટાવો અથવા તો સ્કૂલ બંધ કરો એવી વાલીઓની માગ મુદ્દે બોટાદના ચીફ ઓફિસર એચ. કે. પટેલે જણાવ્યું કે, એ સરકાર કક્ષાએ જે કહેવાય ને કે પોલિસી મેટરનો પ્રશ્ન છે, કારણ કે ડમ્પિંગ સાઈટ હટાવવી કે સ્કૂલ હટાવવી એ અત્રે નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં તો નથી. કારણ કે નગરપાલિકાનો જ્યાં સુધી વિષય છે, ત્યાં સુધી ડમ્પિંગ સાઈટ જ્યારે કલેક્ટરમાંથી એલોટ થયેલી છે ત્યારે સરકારના ધારાધોરણો પ્રમાણે અને ગ્રાન્ટ જે આપણને ફાળવેલી એ વખતે વખતોવખત આ અંગેની કામગીરી થયેલી છે. એટલે અત્યારે આપણે જે કંઈ કામગીરી કરી રહ્યા છીએ એ કચરાના પ્રોસેસિંગની જે કામગીરી જે છે એ શહેરીજનોના આરોગ્યનો સવાલ છે અને લગભગ બોટાદની 2 લાખની જે વસ્તી છે એના આરોગ્ય ઉપર પણ ગંભીર ખતરો જો થઈ શકે. તો આ બાબત તો એ ખરેખર એ ગંભીર છે, એટલે નગરપાલિકાને એના જે કાયદાના ફરજો અને નીતિ-નિયમો પ્રમાણે કચરાનું પ્રોસેસિંગ તો કરવું જ પડે. વાલીઓમાં રોષ, 30 વિદ્યાર્થી અને 6 શિક્ષકને સર્કિટ હાઉસ ખસેડાયા શાળાની નજીક આવેલી ડમ્પિંગ સાઇટમાં 17 નવેમ્બરના રોજ બપોરે આશરે 3 વાગ્યે આગ લાગી હતી. ફાયર વિભાગે રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરી આગ ભભૂકતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ડમ્પિંગ સાઇટના ધુમાડાની અસર શાળા સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી. વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થતાં 18 નવેમ્બરના રોજ વાલીઓએ શાળામાં રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પણ શાળાની મુલાકાત લીધી હતી. 18 નવેમ્બરની રાતથી 19 નવેમ્બરની બપોર સુધીમાં આશરે 180 વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા. 19 નવેમ્બરની રાત્રે લગભગ 30 વિદ્યાર્થી અને 6 શિક્ષકને અસર થતાં તેમને સર્કિટ હાઉસ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંતે 20 નવેમ્બરના રોજ વાલીઓએ તમામ વિદ્યાર્થીઓને ઘરે લઈ જતાં 405 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળા ખાલી થઈ ગઈ છે. શાળાથી માત્ર 100 મીટર દૂર ડમ્પિંગ સાઇટ, મંજૂરી સામે સવાલ વાલીઓનો સ્પષ્ટ નિર્ણય છે કે જ્યાં સુધી ધુમાડાની સમસ્યા બંધ નહીં થાય અને ડમ્પિંગ સાઇટને અન્ય સ્થળે ખસેડવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવામાં નહીં આવે. સામાન્ય રીતે ડમ્પિંગ સાઇટ વસાહતો કે શાળા-કોલેજથી 3 km દૂર નક્કી કરવામાં આવે છે, પરંતુ અહીં જવાહર નવોદય વિદ્યાલયની દિવાલ પાછળ અંદાજે 100 m દૂર ડમ્પિંગ સાઇટ આવેલી છે. આટલી નજીક ડમ્પિંગ સાઇટને મંજૂરી કોણે આપી, તે પણ મોટો પ્રશ્ન બન્યો છે. શિક્ષણ અને સુરક્ષા પર અસર અભ્યાસથી દૂર રહેલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આરોગ્યની સુરક્ષા સામે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ડમ્પિંગ સાઇટની આગ અને ધુમાડાની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને વિદ્યાર્થીઓને ફરી સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ ક્યારે મળી શકશે, તે અંગે વાલીઓમાં પ્રશ્નો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરીની તાલીમ યોજાઈ:2027ની કામગીરીના બીજા તબક્કા માટે અધિકારીઓને ફિલ્ડ વર્ક અને ટેકનિકલ પ્રક્રિયાનું માર્ગદર્શન
    Next Article
    ભાવનગરમાં મજૂરીના પૈસાના મનદુઃખમાં શ્રમિકે સાથીદારને છરી મારી:ગાયત્રી મંદિર સામે એચ.ડી.એફ.સી. બેન્ક નજીકની ઘટના; યુવક બેભાન અવસ્થામાં સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment