Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરીની તાલીમ યોજાઈ:2027ની કામગીરીના બીજા તબક્કા માટે અધિકારીઓને ફિલ્ડ વર્ક અને ટેકનિકલ પ્રક્રિયાનું માર્ગદર્શન

    6 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તી ગણતરી-2027ના બીજા તબક્કાની કામગીરી માટે અધિકારીઓની બે દિવસીય તાલીમ યોજાઈ. તેમાં ફિલ્ડ વર્ક, માહિતી એકત્ર કરવાની રીત અને ટેકનિકલ પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું. તાલીમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ અનુસરવાની પ્રક્રિયા, માર્ગદર્શિકા મુજબ માહિતી નોંધવી, તેની ચોકસાઈ જાળવવી અને ચકાસણી કરવી તે સમજાવવામાં આવ્યું. કામગીરી દરમિયાન આવી શકે તેવા પ્રશ્નો અને મુશ્કેલીઓના વ્યવહારુ ઉકેલો અંગે પણ ચર્ચા થઈ. ડિજિટલ માધ્યમો અને નક્કી કરેલી એપ્લિકેશનથી માહિતી કેવી રીતે એકત્રિત કરવી તે અંગે પણ માર્ગદર્શન અપાયું. નાગરિકોની સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાય તે માટે અધિકારીઓને તેમની જવાબદારી, કામગીરીનું આયોજન, સમયમર્યાદાનું પાલન અને પરસ્પર સંકલન જાળવવા જણાવ્યું. જિલ્લા વહીવટી તંત્ર વસ્તી ગણતરી-2027ની કામગીરી માટે આગોતરું આયોજન, તાલીમ અને સંકલન કરી રહ્યું છે. તાલીમથી અધિકારીઓને આગામી તબક્કાની કામગીરી માટે જરૂરી સમજ મળી.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ક્રાઇમ ન્યૂઝ:ગોધરામાં રૂ.70 હજારનો ચોરાયેલો મોબાઇલ મળ્યો, નિવૃત્ત કર્મચારી સાથે રૂ.99 હજારની છેતરપિંડી; શહેરામાં બાઈકની ટક્કરે રાહદારીનું મોત
    Next Article
    ડમ્પિંગ સાઈટના ધુમાડાએ વિદ્યાર્થીઓનું ભણતર બગાડ્યું!:બોટાદ જવાહર નવોદય વિદ્યાલય ખાલી કરાઈ, વાલીઓ સંતાનોને ઘરે લઈ ગયા, સાઈટ બંધ કરાશે ત્યારે મોકલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment