Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામીણ વિકાસને વેગ આપવા તંત્ર સજ્જ:વેરા વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવા ડીડીઓનો આદેશ, ધીમી કામગીરી ધરાવતા વિસ્તારો પર ખાસ નજર રહેશે

    7 घंटे पहले

    ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામોને વધુ ગતિશીલ બનાવવા અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લાની વેરા વસૂલાત તથા વિવિધ સરકારી યોજનાઓના આયોજન અને અમલીકરણ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ધીમી વેરા વસૂલાત ધરાવતા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ચલાવવા તલાટી-કમ-મંત્રીઓને આદેશ આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોના અધિકારીઓ અને તલાટી-કમ-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે કામગીરીની પ્રગતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગ્રામીણ કક્ષાએ ઘરવેરો, પાણીવેરો સહિતના અન્ય સ્થાનિક વેરાઓની વસૂલાતની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટે સ્પષ્ટ સૂચના આપી હતી કે નિર્ધારિત લક્ષ્યાંક મુજબ વેરા વસૂલાતની કામગીરી ઝડપી અને અસરકારક બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે. વિશેષ કરીને જે વિસ્તારોમાં વેરા વસૂલાતની પ્રગતિ ધીમી જણાઈ રહી છે, ત્યાં અધિકારીઓએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરીમાં ઝડપ લાવવા તાકીદ કરવામાં આવી હતી. તમામ નાગરિકો સુધી યોજનાઓનો લાભ પારદર્શક રીતે પહોંચાડવા માર્ગદર્શન ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસની કામગીરી અને નાગરિક સુવિધાઓમાં વધારો થાય તે માટે વેરા વસૂલાતને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા તમામ નાગરિકો સુધી સરળતાથી, સંપૂર્ણ પારદર્શક રીતે, નિયત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પહોંચે તે સુનિશ્ચિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત અધિકારીઓ અને તલાટી-કમ-મંત્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોડીગાર્ડ સાથે દિલજીત દોસાંજની મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી:અમેરિકા-પંજાબથી યંગસ્ટર્સ કોન્સર્ટમાં પહોંચ્યા, સ્ટેડિયમ બહાર યુવતીઓની સેલ્ફી; મેટ્રોમાં ચાહકો મોટેરા પહોંચ્યા
    Next Article
    સિંગાપુરા ગામે મહાયજ્ઞ યોજાયો:શ્રીમદ્ ભાગવત કથા પૂર્ણ થયા બાદ 11 જોડાં યજ્ઞમાં બેઠાં, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment