Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોડીગાર્ડ સાથે દિલજીત દોસાંજની મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી:અમેરિકા-પંજાબથી યંગસ્ટર્સ કોન્સર્ટમાં પહોંચ્યા, સ્ટેડિયમ બહાર યુવતીઓની સેલ્ફી; મેટ્રોમાં ચાહકો મોટેરા પહોંચ્યા

    18 घंटे पहले

    આજે 21 નવેમ્બરના રોજ AURA ઈન્ડિયા ટૂર અંતર્ગત અમદાવાદમાં યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટમાં દેશભરમાંથી ફેન્સ મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. મેટ્રો ટ્રેન અને પ્રાઈવેટ વ્હીકલમાં ફેન્સ ધીમે ધીમે મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. પોલીસ દ્વારા ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. જોકે, ફેન્સ પહોંચે તે પહેલાં જ પંજાબી સિંગર દિલજીત દોસાંજ ITC નર્મદા હોટલથી મોદી સ્ટેડિયમ રવાના થયો હતો. બોડીગાર્ડ સાથે દિલજીત સ્ટેડિયમ પહોંચ્યો હતો. જ્યાં ક્રૂ મેમ્બર્સ સાથે રિહર્સલ અને મજાક-મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો. ગુજરાતના યુવાનોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં મોટી સંખ્યામાં ફેન્સ સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. મોદી સ્ટેડિયમ પહોંચતા જ ફેન્સની મોજ-મસ્તીની તસવીરો ------------------------- આ પણ વાંચો… દિલજીત દોસાંજને ગિફ્ટ આપવા અમદાવાદના ફેન્સે બનાવી ખાસ પેઇન્ટિંગ અમદાવાદનો આર્ટિસ્ટ પૌમિલ ખત્રીએ 15 દિવસની મહેનત કરીને દિલજીત દોસાંજની ખાસ પેઇન્ટિંગ બનાવી છે. આ પેઇન્ટિંગ દિલજીત દોસાંજને રૂબરૂ મળીને ગિફ્ટ કરવાનું પૌમિલનું બે વર્ષથી સ્વપ્ન છે. આજે તે ખાસ પેઇન્ટિંગ ગિફ્ટ કરવા ITC નર્મદા હોટેલ ખાતે પહોંચ્યા છે. પેઇન્ટિંગમાં દિલજીતનો ચહેરો પોપ આર્ટથી બનાવ્યો છે અને પાઘડી છે તે રિયલ લાગે તે માટે કપડાથી બનાવી છે. તેમજ જે શર્ટ છે તે એક્રેલિક પેઇન્ટથી બનાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    PPF એકાઉન્ટ તમારા બાળકને બનાવશે લખપતિ:500 રૂપિયાથી ખોલી શકો છો ખાતું, જાણો આ સાથે જોડાયેલી ખાસ બાબતો અને નિયમો
    Next Article
    ગ્રામીણ વિકાસને વેગ આપવા તંત્ર સજ્જ:વેરા વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવા ડીડીઓનો આદેશ, ધીમી કામગીરી ધરાવતા વિસ્તારો પર ખાસ નજર રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment