Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PPF એકાઉન્ટ તમારા બાળકને બનાવશે લખપતિ:500 રૂપિયાથી ખોલી શકો છો ખાતું, જાણો આ સાથે જોડાયેલી ખાસ બાબતો અને નિયમો

    6 hours ago

    જો તમે બાળકના નામે રોકાણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં હાલમાં વાર્ષિક 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તમે તમારા બાળકના નામે PPF ખાતું ખોલાવીને તેના માટે સરળતાથી લાખો રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો. પરંતુ તેના માટે કેટલાક નિયમો છે. અમે તમને તે નિયમો વિશે જણાવી રહ્યા છીએ. એક વ્યક્તિ એક જ બાળકના નામે PPF ખાતું ખોલાવી શકે છે બાળકનું PPF ખાતું માત્ર માતા-પિતા અથવા કાનૂની વાલી એટલે કે લીગલ ગાર્ડિયન દ્વારા જ ખોલાવી અને ચલાવી શકાય છે. એક વ્યક્તિ પોતાના નામે માત્ર એક જ PPF ખાતું ખોલાવી શકે છે. જોકે, વ્યક્તિ પોતાના PPF ખાતા ઉપરાંત સગીર બાળકના નામે એક અલગ PPF ખાતું ખોલાવી શકે છે. પરંતુ અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એક માતા અથવા પિતા માત્ર એક જ બાળકના નામે PPF ખાતું ખોલાવી શકે છે. નિયમો મુજબ, જો કોઈને બે બાળકો હોય, તો એક સગીર બાળકનું PPF ખાતું માતા અને બીજા બાળકનું ખાતું પિતા ખોલાવી શકે છે. કેટલા પૈસા જમા કરી શકાય છે? સગીરના PPF ખાતા માટે પણ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. પરંતુ જો માતા-પિતાનું પોતાનું PPF ખાતું પણ હોય, તો તેમના પોતાના ખાતા અને સગીરના PPF ખાતા બંનેને મળીને મહત્તમ જમા મર્યાદા વાર્ષિક 1.5 લાખ રૂપિયા જ રહેશે. ઉદાહરણથી સમજો: જો કોઈ વાલી એક નાણાકીય વર્ષમાં પોતાના PPF ખાતામાં 1 લાખ રૂપિયા અને પોતાના બાળકના PPF ખાતામાં કુલ 80 હજાર રૂપિયા જમા કરે, તો કુલ જમા રકમ 1.8 લાખ રૂપિયા થાય છે. પરંતુ PPFના નિયમો હેઠળ માત્ર 1.5 લાખ રૂપિયા જ માન્ય ગણાશે. વધારાની 30 હજાર રૂપિયાની જમા રકમ પર PPFના દરે કોઈ વ્યાજ મળશે નહીં અને ન તો કોઈ કરલાભ મળશે. બાળક 18 વર્ષનું થયા પછી પોતાનું ખાતું સંભાળી શકે છે સગીર બાળક 18 વર્ષનું થયા પછી ખાતાની સ્થિતિ માઇનરથી મેજર કરવા માટે અરજી આપવી પડશે. ત્યાર પછી પુખ્ત બનેલું બાળક પોતાનું ખાતું જાતે સંભાળી શકે છે. મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો હોય છે PPF ખાતું 15 વર્ષમાં મેચ્યોર થાય છે. તમે ઇચ્છો તો મેચ્યોરિટી બાદ સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. જોકે જો તમને પૈસાની જરૂર ન હોય તો તેને 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે. આના પર કરછૂટનો લાભ મળે છે PPF આવકવેરાની EEE કેટેગરીમાં આવે છે. એટલે કે યોજનામાં કરેલા રોકાણ પર તમને કરછૂટનો લાભ મળે છે. સાથે જ આ યોજનામાંથી મળતા વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર પણ કોઈપણ પ્રકારનો કર ચૂકવવો પડતો નથી. જૂની આવકવેરા વ્યવસ્થા હેઠળ કલમ 80Cમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર કરછૂટનો દાવો કરી શકાય છે. જોકે, નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓને કલમ 80Cનો આ લાભ મળતો નથી. મોટું ફંડ સરળતાથી તૈયાર થશે આ સ્કીમ દ્વારા જો તમે દર મહિને 1 હજાર રૂપિયા રોકાણ કરો છો, તો તમને 15 વર્ષ પછી 3 લાખ 18 હજાર રૂપિયા મળશે. જ્યારે જો તમે દર મહિને 2 હજાર રૂપિયા રોકાણ કરો છો, તો તમને 15 વર્ષ પછી 6 લાખ 37 હજાર રૂપિયા મળશે. અહીં જાણો કે તેમાં રોકાણ કરવાથી તમને કેટલો ફાયદો થશે. PPF અકાઉન્ટ કોણ ખોલાવી શકે? કોઈપણ વ્યક્તિ કોઈ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં પોતાના નામે આ અકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત સગીર વતી અન્ય વ્યક્તિ પણ આ અકાઉન્ટ ખોલાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    'કિંગ' ઓફ SENA બન્યો કેએલ રાહુલ:ગાવસ્કર-સેહવાગને પાછળ છોડી રચ્યો ઈતિહાસ; 94 વર્ષમાં પહેલીવાર વિદેશમાં ટોપ-5 બેટર્સની ફિફ્ટી; ત્રીજા દિવસની મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
    Next Article
    બોડીગાર્ડ સાથે દિલજીત દોસાંજની મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી:અમેરિકા-પંજાબથી યંગસ્ટર્સ કોન્સર્ટમાં પહોંચ્યા, સ્ટેડિયમ બહાર યુવતીઓની સેલ્ફી; મેટ્રોમાં ચાહકો મોટેરા પહોંચ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment