Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાન્ય બાબતોને લઈને વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું:બોરસણ ગામમાં હુમલાકેસમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ

    6 hours ago

    પાટણ તાલુકાના રણુંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બોરસણ ગામે બહુચર માતાની વાડી પાસે ગત 17 સપ્ટેમ્બરના રોજ સામાન્ય બાબતોને લઈને સર્જાયેલા ઉગ્ર વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું બંને પક્ષો સામસામે 11 સામે રણુંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. ​પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં સગીરા સાથે છેડતીના મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવકો પર લાકડીઓ અને હથિયારો સાથે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. જે બાબતે સગીરા દ્વારા લાડજી ઠાકોર,લાલાજી ઠાકોર,બાસ્ફુ ઠાકોર કુંવરજી ઠાકોર અને મફાજી ઠાકોર આમ પાંચેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે સામા પક્ષે ખેતરમાં જવાના રસ્તાની તકરારમાં લાલાજી ઠાકોર પર ધારીયા અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવા બાબતે બકાજી ઠાકોર,વિક્રમ ઠાકોર,રાહુલ ઠાકોર,બાબરજી ઠાકોર,મેહુલ ઠાકોર અને દીનેશજી ઠાકોર મળી કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને રણુંજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    2017 સુધી કેજ કલ્ચરમાં શૂન્ય કામગીરી હતી:આંક વધારવા 2019થી શેખાવત સાથે મળી કૌભાંડ કર્યું!
    Next Article
    અકસ્માત:રાધનપુર-મહેસાણા રોડ પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment