Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના SG હાઈવે પર 5 કિ.મી.લાંબો ટ્રાફિકજામ, ડ્રોન VIDEO:દિવાળીની ખરીદી કરવા નીકળેલા લોકો ફસાયા, નજર જાય ત્યાં સુધી કાર જ કાર જોવા મળી

    2 days ago

    દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો વાહનો લઈ બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે. અમદાવાદના એસજી હાઈવે પર બુધવારે રાત્રિના સમયે પેલેડિયમ મોલથી ઈસ્કોન સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો. અંદાજિત 5 કિમી સુધી વાહનોની કતાર લાગતા ખરીદી માટે બહાર નીકળેલા લોકો ફસાયા હતા. SG હાઈવે પરનો ક્યારેય ન જોયો એવો ડ્રોન નજારો એસ.જી. હાઈવે પર પીક અવર્સમાં ટ્રાફિક સર્જાતો હોય છે. પરંતુ, બુધવારે રાત્રિના સમયે પીક અવર્સ અને મોટી સંખ્યામાં લોકો સિંધુભવન રોડ પર ખરીદી માટે નીકળ્યા હોય ટ્રાફિકજામ સર્જાયો.અંદાજિત પાંચ કિમી સુધી કારની કતાર જોવા મળી. દિવાળી સુધી ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી શકે સરખેજથી ઈસ્કોન સુધીના સિક્સલેન બ્રિજનું 9 નવેમ્બરે લોકાર્પણ થવાનું છે. દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આંબલી રોડ, ઈસ્કોન, સિંધુભવન રોડ પર આવતા હોય છે. ત્યારે દિવાળી સુધી એસજી હાઈવે પર ટ્રાફિકજામના આવા દૃશ્યો અવારનવાર જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં યુવતી પર સગ્ગા માસાનું દુષ્કર્મ:બાળકી નાની હતી ત્યારે અડપલા કર્યા બાદ 11 વર્ષ સુધી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા
    Next Article
    Did Iran War Cause His Party's Midterms Defeat? "Largely True," Says Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment