Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે જળસંચયનાં કામોમાં લોકોની ભાગીદારી વધારવા કહ્યું:ગીર સોમનાથની બેઠકમાં પાણી, ક્ષયરોગ, પેન્શન અને પડતર અરજીઓની સમીક્ષા

    9 घंटे पहले

    ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને લગતી સમસ્યાઓનું સમયસર અને અસરકારક નિરાકરણ આવે તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન વધે તે હેતુથી કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આજ રોજ બપોરે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ જિલ્લામાં પાણી પુરવઠાનાં પડતર કામો, ક્ષયરોગ નાબૂદી અભિયાન સહિતના જનહિતલક્ષી મુદ્દાઓની સમીક્ષા કરી હતી. ખાસ કરીને ‘જળસંચય જનભાગીદારી’ અભિયાનને ગંભીરતાથી લઈ લોકોની સહભાગિતાથી જિલ્લામાં વધુમાં વધુ જળસંચયનાં કામો હાથ ધરવામાં આવે અને આ કામગીરીને વેગ આપવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત આઈ.ટી.આઈ. અંતર્ગત ચાલતા સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો અંગે ચર્ચા કરી તાલીમાર્થીઓની સંખ્યા વધારવા તેમજ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમનો વધુ લાભ મળે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા ‘અટલ સ્વાન્તઃ સુખાય’ યોજના હેઠળ પુરસ્કાર આપવાની જોગવાઈ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ નાગરિકોની પડતર અરજીઓ, નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન કેસ, આગામી 24 મહિનામાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસ અગાઉથી તૈયાર કરવા, નવા કર્મચારીઓના પગાર ફિક્સેશન અને સરકારી લેણાંની વસૂલાત જેવા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ત્રણ મહિનાથી વધુ સમયથી પડતર રહેલી અરજીઓનો સત્વરે નિકાલ થાય તે માટે સંબંધિત વિભાગોને કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે પશુઓના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવા તેમજ જિલ્લા પંચાયત હેઠળ આવતા તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા જણાવ્યું હતું. ફરિયાદ સમિતિ સમક્ષ સ્વામિત્વ યોજના અંતર્ગત ગામતળમાં રહેણાંક હેતુ માટે નંબર-2ની જગ્યાએ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડની જોગવાઈ, આલીદ્રા ગામના નવા અને જૂના સર્વે નંબર સહિતના પ્રશ્નો પણ રજૂ થયા હતા. કલેક્ટરે જનપ્રતિનિધિઓના પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી અજય શામળા, જે.વી. કાકડિયા સહિત માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી તેમજ અન્ય સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર ફૂડ વિભાગનો સપાટો:જિલ્લાની 60 ખાદ્ય પેઢીઓનું ચેકિંગ કર્યું, હાઈવેની 6 હોટલ-રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ,દૂધની આઇસક્રીમ કે વેજીટેબલ ફેટ તેનું બોર્ડ લગાવવું ફરજિયાત
    Next Article
    કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરામાં 764 બોટલ દારૂના જથ્થા સાથે 3 આરોપી ઝપાયા, 3 વોન્ટેડ; રૂ. 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment