Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા ઉચાપત:60 લાખને બદલે પોલીસે એફિડેવિટમાં 6 કરોડ દર્શાવ્યા, કોર્ટે મહિલાને જામીન આપ્યા

    1 week ago

    મહેસાણાના નંદાસણ પોલીસ મથકે આરોપી દીપા મહેતા સામે ગુનો નોંધાયો હતો. જેથી જામીન મેળવવા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે અરજદાર નિર્દોષ છે, તેમને ફસાવવામાં આવ્યા છે. તપાસનો મુખ્ય ભાગ પૂર્ણ થઈ ગયો છે, તેથી યોગ્ય શરતોને આધીન જામીન આપવા વિનંતી કરવામાં આવી હતી. સામે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે અરજદારે ગંભીર ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે, તેથી તેમની જામીન અરજી ફગાવી દેવી જોઈએ. તપાસ અધિકારીએ ભૂલથી એફિડેવિટમાં ખોટા તથ્યો દર્શાવ્યા કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર શ્રી મહિલા સેવા સહકારી બેંક લિ. નંદાસણ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. એજન્ટ ભવેશ શાહ સાથે મળીને 6.06 કરોડ રૂપિયાની ઉચાપત કરી 9 ખાતાઓમાં ટ્રાન્સફર કર્યાનો PI દ્વારા એફિડેવિટમાં દાવો કરાયો હતો. અરજદારના વકીલે ખાતાઓના સ્ટેટમેન્ટ રજૂ કરી એવો દાવો કર્યો કે અરજદારે કોઈ પૈસા ટ્રાન્સફર કર્યા નથી. કોર્ટના નિર્દેશ બાદ સરકારી વકીલે સ્વીકાર્યું હતું કે તપાસ અધિકારીએ ભૂલથી એફિડેવિટમાં ખોટા તથ્યો દર્શાવ્યા હતા અને 9 ખાતાઓમાં આવી કોઈ રકમ ટ્રાન્સફર થઈ નહોતી. કોર્ટે 25 હજારના બોન્ડ ઉપર મહિલાના શરતી જામીન મંજૂર કર્યા સાચી સ્થિતિ મુજબ હવે 60 લાખ રૂપિયા જેટલી અસ્થાયી ઉચાપતનો આક્ષેપ રહે છે. પ્રથમ દ્રષ્ટિએ આ રકમ અરજદાર અને સહ-આરોપી દ્વારા ફરીથી જમા કરાવી દેવામાં આવી છે. અરજદાર 21 જુલાઈથી જેલમાં છે. તેનો કોઈ ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ નથી. આ ગુનામાં મહત્તમ 7 વર્ષ સુધી સજાની જોગવાઈ છે અને તમામ દસ્તાવેજો બેંક પાસે ઉપલબ્ધ છે. આરોપી પાસેથી કશું રિકવર કે ડિસ્કવર કરવાનું બાકી નથી. ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લાગશે કોર્ટે 25 હજારના બોન્ડ ઉપર મહિલાના શરતી જામીન મંજૂર કર્યા છે. હુકમની કોપી જિલ્લા SP અને ગૃહવિભાગના સચિવને મોકલી આદેશના અંતમાં કોર્ટે નોંધ્યું છે કે, તપાસ અધિકારીએ કોર્ટ સમક્ષ સાચા તથ્યો રજૂ કરવામાં બેદરકારી દાખવી છે. ખાસ કરીને જ્યારે ગરીબ થાપણદારોના પૈસા જોડાયેલા હોય તેવા નાણાકીય ગુનામાં આવી તપાસ અને સહયોગ અસંતોષકારક છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે આ આદેશની નકલ જિલ્લા પોલીસ વડા-SP, મહેસાણા અને સચિવ, ગૃહ રાજ્ય વિભાગને મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં વેપારી પાસે 5થી 10 લાખની ખંડણી માંગી:પૈસા ન આપવા પર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
    Next Article
    તહેવારો ટાણે સાયબર ગઠિયાઓથી સાવધાન:વરાછા બેંક અને સુરત જ્વેલરી એસોસિએશન દ્વારા ‘સાયબર સુરક્ષા સેમિનાર’ યોજાયો; તહેવારોમાં ડિજિટલ પેમેન્ટ વધતાં સતર્કતા અનિવાર્ય: પોલીસ કમિશનર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment