Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પોણા ત્રણ ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત:નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, ચીફ ઓફિસરે કરી સ્થળ મુલાકાત

    3 days ago

    ગોધરા શહેરમાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ભારે વરસાદ વરસાવ્યો હતો. અંદાજે પોણા ત્રણ ઇંચ જેટલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા વરસાદના કારણે એસટી ડેપો, ચુચલા પ્લોટ, સાતપુલ વિસ્તાર, સ્ટેશન રોડ, ભાગોળ, ભુરાવાવ સહિત શહેરની અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી, જ્યારે રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં લોકો પરેશાન બન્યા હતા. ચીફ ઓફિસરે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી શહેરમાં પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો મળતા ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિનું નિરીક્ષણ કરીને પાણીના ઝડપી નિકાલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ નાગરિકોને પડતી મુશ્કેલીઓ ઓછી થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવતાં વરસાદી સિઝન દરમિયાન ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે. હાલ નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આજે શિવસેનાનો 60મો સ્થાપના દિવસ:મુંબઈમાં બંને જૂથોની અલગ-અલગ રેલી; શિંદેના કાર્યક્રમમાં 6 બળવાખોર સાંસદો પહોંચી શકે છે
    Next Article
    પાલનપુરમાં આશા વર્કરોનો પોલિયો કામગીરીનો વિરોધ:ચાર માસથી બાકી ઇન્સેન્ટિવ ચૂકવવાની માગ સાથે રેલી, કલેક્ટરને આવેદન પાઠવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment