Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં આશા વર્કરોનો પોલિયો કામગીરીનો વિરોધ:ચાર માસથી બાકી ઇન્સેન્ટિવ ચૂકવવાની માગ સાથે રેલી, કલેક્ટરને આવેદન પાઠવ્યું

    3 days ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આશા વર્કરોએ પોલિયો અભિયાનની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. ચાર માસથી ઇન્સેન્ટિવ અને વળતર ન ચૂકવાતા રોષે ભરાયેલી આશા વર્કરોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠક બાદ આશા વર્કરોએ જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમણે પોતાની પડતર માંગણીઓ રજૂ કરી હતી. તેમની મુખ્ય માંગણીઓમાં પોલિયોની કામગીરીમાંથી મુક્તિ આપવી, ચાર માસથી બાકી ઇન્સેન્ટિવ અને વળતર તાત્કાલિક ચૂકવવા, તેમજ અન્ય પડતર માંગણીઓનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. આશા વર્કરોએ જણાવ્યું કે લાંબા સમયથી ચૂકવણી ન થવાને કારણે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આશા વર્કર યુનિયનના પ્રમુખ પિંકીબેને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં વર્ષોથી સેવા આપતી આશા વર્કર બહેનોને ચાર-ચાર મહિનાથી વેતન મળ્યું નથી. શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં બાળકોના યુનિફોર્મ, સ્કૂલ બેગ અને પુસ્તકો ખરીદવા માટે પણ તેમની પાસે પૈસા નથી, જેના કારણે તેઓ લાચાર બની ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે આશા વર્કર બહેનોએ પોલિયોના તમામ કાર્યક્રમોમાં નિષ્ઠાપૂર્વક કામ કરીને દેશને પોલિયો મુક્ત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. 20 વર્ષની આ કામગીરી પછી પણ સરકાર તેમને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન આપતી નથી અથવા ઇન્સેન્ટિવમાં વધારો કરતી નથી. આટલી મોંઘવારીમાં સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી માત્ર ₹100માં કામ કરવું પરવડતું નથી, જે શોષણ સમાન છે. આશા વર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો ત્વરિત નિકાલ કરવામાં નહીં આવે, તો તેઓ પોલિયો અભિયાનની કામગીરીનો બહિષ્કાર કરીને હડતાલ પર ઉતરશે. તેમણે સરકારને ઇન્સેન્ટિવમાં વધારો કરવા અથવા ફિક્સ/લઘુત્તમ વેતન લાગુ કરવા વિનંતી કરી છે, કારણ કે વધતી મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પોણા ત્રણ ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત:નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, ચીફ ઓફિસરે કરી સ્થળ મુલાકાત
    Next Article
    અનાવાડા ગૌશાળામાં બહેનોએ ગૌ સેવા કરી:બીમાર ગૌધનની સારવાર માટે દાન કરી કપિલા માતાના દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment