Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનાવાડા ગૌશાળામાં બહેનોએ ગૌ સેવા કરી:બીમાર ગૌધનની સારવાર માટે દાન કરી કપિલા માતાના દર્શન કર્યા

    3 days ago

    પાટણ તાલુકાના અનાવાડા ખાતે આવેલ શ્રી હરિ ઓમ ગૌશાળા હોસ્પિટલ બીમાર, અશક્ત અને ઈજાગ્ર્રસ્ત ગૌધનની સેવા, સારવાર અને નિભાવ કરી રહી છે. તાજેતરમાં, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડગામડા ગામના મહિલા મંડળ અને ચાણસ્મા પાસેના મીઠીવાવડી ગામની બહેનોએ ગૌશાળાની મુલાકાત લીધી હતી. વડગામડા ગામના મહિલા મંડળે ગૌશાળાની બીજી વખત મુલાકાત લીધી હતી. તેમણે કપિલા ગૌમાતાના દર્શન કર્યા હતા અને ગૌ હોસ્પિટલમાં સારવાર મેળવતી ગાયોને ઘાસચારો તેમજ અન્ય ચીજવસ્તુઓનું દાન કર્યું હતું. બહેનોએ જણાવ્યું હતું કે,"બીમાર ગૌવંશની સુંદર સારસંભાળમાં સહભાગી થઈને તેઓ ખુશી અનુભવે છે." ગુરુવારે, ચાણસ્મા પાસેના મીઠીવાવડી ગામની બહેનોએ ગૌ હોસ્પિટલમાં રેત ચાળવાનું શ્રમદાન કર્યું હતું. ગૌશાળાના સંચાલક દિનેશભાઈ જોષીએ જણાવ્યું કે આજુબાજુના ગામોના ભાઈઓ અને બહેનો દ્વારા સમયાંતરે શ્રમદાન કરવામાં આવે છે. અનાવાડા ગૌશાળા ખાતે થોડા સમય અગાઉ ચેતનભાઈ રામશંકર વ્યાસ અને નગાજી જાડેજા પરિવારના મુખ્ય યજમાન પદે ગૌભક્તિ મહોત્સવનું આયોજન ગૌ હોસ્પિટલ શરૂ કરવા માટે કરાયું હતું. આ મહોત્સવ બાદ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે. દ્વારકાથી લાવવામાં આવેલા શ્રી કપિલા ગૌમાતાના દર્શન કરીને ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી રહી છે. દિનેશભાઈ જોષીએ ઉમેર્યું કે,"ગૌશાળા પાસે મોબાઈલ વાન તૈયાર હોય છે. ફોન આવતાં જ બીમાર, અશક્ત અને ઘાયલ ગૌવંશને સ્થળ પરથી લાવીને અહીં તેમની તબીબી સારવાર કરવામાં આવે છે."
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં આશા વર્કરોનો પોલિયો કામગીરીનો વિરોધ:ચાર માસથી બાકી ઇન્સેન્ટિવ ચૂકવવાની માગ સાથે રેલી, કલેક્ટરને આવેદન પાઠવ્યું
    Next Article
    હિરોઈન બનવાની આંધળી દોટમાં સગીરાએ ઘર છોડ્યું:₹500 લઈ સપનું પૂરું કરવા જતાં ટ્રેનમાં બેસી ભરૂચ આવી, સખી સેન્ટરની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment