Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર પાલિકા પરિસરમાં સ્વચ્છતા માટે નવો નિયમ:ગુટકા-પાન મસાલા થૂંકનારને ₹500 દંડ થશે

    14 hours ago

    પાલનપુર નગરપાલિકા પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાલિકા પરિસરમાં ગુટકા, પાન મસાલા કે અન્ય તમાકુજન્ય પદાર્થો ખાઈને થૂંકનારા સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. આ અંગે પાલિકા દ્વારા પરિસરમાં વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાવીને લોકોને જાણ કરવામાં આવી છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ સૂચના છે કે, ગુટકા કે પાન મસાલા ખાઈને થૂંકતા પકડાશે તો રૂ. 500નો દંડ વસૂલવામાં આવશે. નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને કચરો કે થૂંક ન કરવા અપીલ કરાઈ છે. પાલિકા પરિસરમાં આવતા અરજદારો અને મુલાકાતીઓ નિયમનું પાલન કરે તે હેતુથી આ ચેતવણીરૂપ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સ્વચ્છ અને સુંદર પાલનપુરના નિર્માણ માટે નાગરિકો પણ પાલિકાને સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવાયું:અધૂરી કામગીરીના આક્ષેપ, અરજદારે આત્મવિલોપનની ચીમકી આપી
    Next Article
    વલસાડના કેવાડામાં LED કંપની સામે ગ્રામજનોનો વિરોધ:રાસાયણિક પ્રદૂષણ અને ગેરરીતિનો આરોપ, પંચાયત કાર્યાલયે પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment