Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના કેવાડામાં LED કંપની સામે ગ્રામજનોનો વિરોધ:રાસાયણિક પ્રદૂષણ અને ગેરરીતિનો આરોપ, પંચાયત કાર્યાલયે પ્રદર્શન

    15 hours ago

    વલસાડ તાલુકાના કેવાડા ગામમાં આવેલી એક LED બલ્બ બનાવતી ફેક્ટરી સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. કંપનીમાંથી નીકળતા રાસાયણિક પ્રદૂષણ અને ગેરરીતિઓના આરોપ સાથે ગ્રામજનોએ પંચાયત કાર્યાલય ખાતે એકઠા થઈને કાર્યવાહીની માંગ કરી હતી. સ્થાનિક રહીશોનો આરોપ છે કે ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલ અને પ્રદૂષિત પાણીના યોગ્ય નિકાલના અભાવે વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. સ્થાનિક રહીશ કલ્પેશભાઈ આહીરે જણાવ્યું હતું કે, તેમની ઘરની હદ નજીક આવેલી જમીન પર ફેક્ટરી ઊભી કરાઈ છે, જેના પ્રદૂષિત પાણી અને કેમિકલથી સમગ્ર મોહલ્લામાં મોટી સમસ્યા સર્જાઈ છે. ગ્રામજનોએ ગ્રામ પંચાયત દ્વારા અપાયેલી પરવાનગી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે પરવાનગી માટેના કાગળોમાં કંપનીમાંથી નીકળતા પ્રદૂષિત પાણી અને કેમિકલનો નિયમ મુજબ નિકાલ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, પંચાયતે કંપનીના લેટર હેડ, સિક્કા કે તારીખ વગરના સાદા કાગળ પર મંજૂરી કેવી રીતે આપી દીધી? ઉપરાંત, કંપનીનું GST રજીસ્ટ્રેશન અને નામનું બોર્ડ પણ ખોટું હોવાનો તથા નિયમ મુજબનું ગ્રીન બોર્ડ ન લગાવ્યું હોવાનો પણ આરોપ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, 15મી ઓગસ્ટે સરપંચ અને તલાટીને રજૂઆત કરાયા બાદ 18મી ઓગસ્ટે તપાસ હાથ ધરવાનું નક્કી થયું હતું. જોકે, તપાસ સમયે ગામના નીમેલા પંચોને બહાર રાખીને, ગેટ પર કંપની બંધ હોવાનું બોર્ડ લગાવી પંચાયતના જવાબદારો સીધા અંદર જતા રહેતા સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોએ પંચાયત કાર્યાલયે એકઠા થઈને આ ગેરરીતિઓની સઘન તપાસ કરવાની અને પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર પાલિકા પરિસરમાં સ્વચ્છતા માટે નવો નિયમ:ગુટકા-પાન મસાલા થૂંકનારને ₹500 દંડ થશે
    Next Article
    કતારગામ મર્ડર કેસના હિસ્ટ્રીશીટર ગૌતમ સવાણી સહિત 2ની ધરપકડ:બીજાના નામે બેંક ખાતું ખોલાવી કરોડોનું ટ્રાન્ઝેક્શન કર્યા, સાયબર ક્રાઈમનું નેટવર્ક ઊભું કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment