Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરામાં 764 બોટલ દારૂના જથ્થા સાથે 3 આરોપી ઝપાયા, 3 વોન્ટેડ; રૂ. 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત

    10 घंटे पहले

    વડોદરા શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા નજીક એક અર્ટીગામાંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. કારમાં ખાસ ચોરખાનું બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો. દારૂ સગેવગે કરતા જ પોલીસ ત્રાટકી PCBની ટીમને બાતમી મળી હતી કે, પાણીગેટ વિસ્તારમાં આવેલ રતિલાલ પાર્ક સોસાયટીમાં રહેતા લાલુ નંદુ કહાર અને તેનો ભાઈ પંકજ કહાર દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પાર્સિંગની અર્ટીગા કારમાં દારૂ લાવી તેમના ઘર પાસે સગેવગે કરવામાં આવી રહ્યો છે. જેના આધારે PCBની ટીમે સ્થળ પર દરોડો પાડતાં અર્ટીગા કારમાંથી દારૂનો જથ્થો ઉતારી રહેલા ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ઉત્તરપ્રદેશના શિવમ ઓમપ્રકાશ સરોજ, પાણીગેટ વિસ્તારની રતિલાલ પાર્ક સોસાયટીમાં રહેતા પંકજ નંદુ કહાર અને પાર્થ ઉર્ફે સોનું રાજુ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી હતી. જેમાં શિવમ અર્ટીગા કારનો ચાલક હોવાનું સામે આવ્યું હતું. દારૂ અને કાર મળી 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે તપાસ દરમિયાન વિદેશી દારૂની વ્હિસ્કી અને વોડકાની કુલ 764 બોટલો કિંમત રૂ. 2,41,975, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ. 15 હજાર, રોકડા રૂ. 1,980 અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી અર્ટીગા કાર કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 7,58,955નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર આ કેસમાં લાલુ નંદુ કહાર, ધુળિયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર આપનાર બંટી નામનો શખ્સ અને દારૂનો જથ્થો પહોંચાડવા લોકેશન આપનાર અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરાાયા છે. પોલીસે સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરે જળસંચયનાં કામોમાં લોકોની ભાગીદારી વધારવા કહ્યું:ગીર સોમનાથની બેઠકમાં પાણી, ક્ષયરોગ, પેન્શન અને પડતર અરજીઓની સમીક્ષા
    Next Article
    Diljit Dosanjh Concert | અમદાવાદમાં આજે દિલજીત દોસાંજનો કોન્સર્ટ | Ahmedabad | Police | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment