Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવઉઠી એકાદશીએ રંગેચંગે નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો:ઢોલ-નગારાના નાદ અને જયઘોષ સાથે રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર, રાત્રે તુલસી વિવાહનું આયોજન

    12 घंटे पहले

    દર વર્ષની પરંપરા પ્રમાણે આજે દેવ ઉઠી અગીયારસના પાવન દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. શહેરના એમ.જી. રોડ પર આવેલા પ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો ભવ્ય વરઘોડો રાજમાર્ગો પર નીકળતા ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. વર્ષોની પરંપરા અનુસાર ગાયકવાડ પરિવાર વિઠ્ઠલનાથજી ભગવાનનું પૂજન અને આરતી બાદ વરઘોડાને પ્રસ્થાન કરાવ્યો હતો. રાજકીય અગ્રણીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ભક્તો વિઠ્ઠલનાથજી અને તુલસીજીને તિલક કરશે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો સાંજે નિજ મંદિરે પરત ફર્યા બાદ રાત્રે 11 વાગ્યે તેમના તુલસીજી સાથે લગ્ન થશે. લગ્ન બાદ રાત્રે 12 વાગ્યા દરમિયાન ચાંલ્લા વિધિ થશે. જેમાં ભક્તો મોડી રાત સુધી લાઈનમાં ઉભા રહીને વિઠ્ઠલનાથજી અને તુલસીજીને તિલક કરશે. વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના સોના-ચાંદીની પાલખીઓમાં બેસાડી પાલખી યાત્રા નીકળવાના આવી હતી. આજના દિવસે માંગલિક કાર્યોમાં પુનઃ આરંભ ચાતુર્માસ દરમિયાન ભગવાન સુપ્ત હોવાથી લગ્ન, મુહૂર્ત, મુંડન અને સ્થાપના જેવા તમામ માંગલિક કાર્યો પર વિરામ હોય છે. દેવઉઠી એકાદશીએ ભગવાન જાગૃત થતા આ તમામ કાર્યો ફરીથી શરૂ થાય છે. આજના દિવસે માંગલિક કાર્યોમાં પુનઃ આરંભ થયો છે. વરઘોડો માંડવીથી નીકળી લહેરીપુરા ગેટ, ન્યાયમંદિર, રાવપુરા ટાવર, કોઠી ચાર રસ્તા, આરાધના સિનેમાથી કામનાથ સ્મશાન પાસે આવેલા શ્રીમંત ગહિનાબાઈ બાગ, લીંબુવાડી પહોંચશે. જ્યાં શ્રી ગહિનાબાઈ મહાદેવ અને શ્રી હરિની ભેટ થશે. બપોરે 1 વાગે આરતી થઈ હતી જે બાદ 2 વાગે વરઘોડો બહુચરાજી રોડથી નાગરવાડા, ઘી કાંટા ટાવર, આરાધના થિયેટર થઈ જ્યુબિલીબાગ, લહેરીપુરા, ન્યાયમંદિર થઈને સાંજે 5 કલાકે વિઠ્ઠલનાથજી મંદિર પરત પહોંચશે. મંદિરમાં રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસી વિવાહનું આયોજન થશે. વિવિધ આરતીઓનો સમય
    Click here to Read More
    Previous Article
    રાજપીપલામાં AMR અંગે જાગૃતિ રેલી યોજાઈ:રેલી રેડક્રોસ બ્લડ બેંકથી શરૂ થઈ, અર્બન હેલ્થ સેન્ટર ખાતે પૂરી થઈ
    Next Article
    મોરબી ITIમાં 5મો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો:ઉત્તીર્ણ તાલીમાર્થીઓને માર્કશીટ, પ્રમાણપત્ર અને મેડલ અપાયા, રોજગાર અને સ્વરોજગારથી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment