Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપલામાં AMR અંગે જાગૃતિ રેલી યોજાઈ:રેલી રેડક્રોસ બ્લડ બેંકથી શરૂ થઈ, અર્બન હેલ્થ સેન્ટર ખાતે પૂરી થઈ

    6 घंटे पहले

    નર્મદા જિલ્લામાં વિશ્વ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ હતી. તેનો હેતુ લોકોને એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે જાગૃત કરવાનો હતો. રેલીમાં 22થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનની જાણકારી પણ અપાઈ હતી. ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં 18થી 24 નવેમ્બર 2026 દરમિયાન વિશ્વ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ સપ્તાહ દરમિયાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના સહયોગથી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકના માર્ગદર્શન હેઠળ રેલી યોજાઈ હતી. ADHO હેતલ ચૌધરી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્ટેશન રોડ, રાજપીપલા સ્થિત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકથી રેલીને લીલી ઝંડી આપી હતી. રેલી અર્બન હેલ્થ સેન્ટર, રાજપીપલા ખાતે પૂરી થઈ હતી. રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, તાલુકાના MPHW, ASHA કાર્યકરો અને MMUના કર્મચારીઓ જોડાયા હતા. સહભાગીઓએ પોસ્ટરો અને બેનરો દ્વારા એન્ટીબાયોટિકનો યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીના ગામોમાં શૌચાલય સ્વચ્છતા અભિયાન શરૂ:19 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ચાલશે ઝુંબેશ, વ્યક્તિગત અને સામુહિક શૌચાલયોની સફાઈ-સુશોભન સાથે ગ્રામજનોને સમજ અપાઈ
    Next Article
    દેવઉઠી એકાદશીએ રંગેચંગે નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો:ઢોલ-નગારાના નાદ અને જયઘોષ સાથે રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર, રાત્રે તુલસી વિવાહનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment