Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ITIમાં 5મો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો:ઉત્તીર્ણ તાલીમાર્થીઓને માર્કશીટ, પ્રમાણપત્ર અને મેડલ અપાયા, રોજગાર અને સ્વરોજગારથી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી

    6 hours ago

    મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માં વર્ષ 2026નો 5મો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો. વિવિધ ટ્રેડમાં તાલીમ પૂરી કરી ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ, પ્રમાણપત્રો અને મેડલ અપાયા.ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની તાલીમ અને રોજગાર નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ સમારોહ યોજાયો હતો. મહાનુભાવોએ તાલીમાર્થીઓને મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને સતત કૌશલ્યવર્ધન સાથે આગળ વધવા કહ્યું. ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને નોકરી કે સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બનવા પણ પ્રેરણા આપી. તાલીમાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવા અને તેમને ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા સમારોહ યોજાયો હતો. આચાર્ય એન. વી. ચનિયારાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મચારીઓએ આયોજન કર્યું હતું. સમારોહમાં મોરબી ITIની IMCના ચેરમેન રાજુભાઈ ધમાસણા, સિરામિક એસોસિએશનના સેનેટરી વિભાગના પ્રમુખ અજયભાઈ મારવાણીયા, IMCના વાઇસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા, ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વિડજા અને સુધીરભાઈ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દેવઉઠી એકાદશીએ રંગેચંગે નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો:ઢોલ-નગારાના નાદ અને જયઘોષ સાથે રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર, રાત્રે તુલસી વિવાહનું આયોજન
    Next Article
    વાપીના બલીઠા ચેકપોસ્ટ પાસે ટેમ્પોના ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપાયો:₹3,08,200નો દારૂ-બિયર અને ટેમ્પો સહિત ₹8,13,200નો મુદ્દામાલ જપ્ત; ટેમ્પો ચાલકની ધરપકડ; 2 શખ્સ વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment