Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીના બલીઠા ચેકપોસ્ટ પાસે ટેમ્પોના ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપાયો:₹3,08,200નો દારૂ-બિયર અને ટેમ્પો સહિત ₹8,13,200નો મુદ્દામાલ જપ્ત; ટેમ્પો ચાલકની ધરપકડ; 2 શખ્સ વોન્ટેડ જાહેર

    6 hours ago

    વલસાડ જિલ્લાના વાપી નજીક બલીઠા પોલીસ ચેકપોસ્ટ પાસે વાપી ટાઉન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન ટાટા 407 ટેમ્પોના ગુપ્ત ખાનામાંથી ₹3,08,200નો વિદેશી દારૂ અને બિયર ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળીને કુલ ₹8,13,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનના ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. ગુપ્ત ખાનામાંથી 1,150 નંગ જપ્ત કર્યા વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. ઝાલાને વાદળી રંગના ટેમ્પોમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે સર્વેલન્સ સ્ટાફે બલીઠા પોલીસ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતાં પાછળના ફાલકામાં નીચેની બાજુએ બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કીની બોટલો અને બિયરના ટીન મળી કુલ 1,150 નંગ (267.800 લીટર) જથ્થો મળી આવ્યો હતો. ચાલકની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા પોલીસે ટેમ્પો ચાલક સુનિલ મીણા (રહે. જવાઈબાંધ, સુમેરપુર, જિલ્લો પાલી, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં દારૂ ભરાવનાર દેવા જાટ અને જથ્થો મંગાવનાર અન્ય 1 શખ્સની સંડોવણી સામે આવતા બંનેને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરાઈ છે. પોલીસે ₹3,08,200નો દારૂ-બિયર, ₹5,00,000નો ટેમ્પો અને ₹5,000નો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. વાપી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ આ સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીઆઈ કે.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.ડી. પાટીલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને ફરાર આરોપીઓને પકડવા તપાસ આગળ ધપાવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી ITIમાં 5મો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો:ઉત્તીર્ણ તાલીમાર્થીઓને માર્કશીટ, પ્રમાણપત્ર અને મેડલ અપાયા, રોજગાર અને સ્વરોજગારથી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી
    Next Article
    Dog Helps Rescue Missing 69-Year-Old Owner From Forest In New York

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment