Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ ચિલમમાંથી પસાર થયા હતા જીણાબાવા', અલૌકિક ઘટના:ગિરનાર લીલી પરિક્રમાના પ્રથમ પડાવ જીણાબાવાની મઢીમાં લાખો ભાવિકોનું રાત્રિ રોકાણ; ચિલમ દર્શન માટે મુકાઈ

    11 घंटे पहले

    જૂનાગઢના ગિરનાર જંગલમાં દર વર્ષે યોજાતી પાવનકારી 'લીલી પરિક્રમા'માં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. 36થી 39 કિલોમીટરની આ કઠિન છતાં ભક્તિમય યાત્રાનો પ્રથમ પડાવ એટલે 'જીણાબાવાની મઢી'. અહીં રાત્રિ રોકાણ અને 24 કલાક ધમધમતા અન્નક્ષેત્રના પ્રસાદની સાથે શ્રદ્ધાળુઓમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે અહીં દર્શન માટે મુકાયેલી એક પ્રાચીન 'ચિલમ'. આ ચિલમ પાછળ એક એવી અલૌકિક લોકવાયકા જોડાયેલી છે, જે સાંભળીને આજે પણ લોકો દંગ રહી જાય છે. સંતોની રમૂજ અને 'ઝીણા' નામનું રહસ્ય જીણાબાવાની મઢીના સેવક યોગી કપિલનાથજી આ પ્રાચીન ઘટના અને લોકવાયકા વિશે જણાવતા દિવ્ય ભાસ્કરને કહ્યું કે, વર્ષો પહેલાં આ પવિત્ર ભૂમિ પર જીણાબાવા નામના એક તપસ્વી સંત બિરાજતા હતા. તેઓ ભગવાન દત્તાત્રેયની અનન્ય ભક્તિ અને ગિરનારની વનરાજીમાં ભજન-ગહન તપસ્યા કરતા હતા. તે સમયે અહીં સાધુ-સંતોની જમાત ભેગી થતી અને સૌ એક પરિવારની જેમ હસી-મજાક તથા આધ્યાત્મિક સત્સંગ કરતા. કપિલનાથજીએ વધુમાં જણાવ્યું કે, જીણાબાવા દેખાવે અત્યંત હૃષ્ટપુષ્ટ, સુદૃઢ અને આશરે પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતા કદાવર સંત હતા, પરંતુ તેમનું નામ 'ઝીણો' હતું. એક દિવસ સંતો વચ્ચે આનંદ અને સહજ રમૂજ ચાલી રહી હતી, ત્યારે એક સંતે મજાકમાં જીણાબાવાને કહ્યું, 'તમારા શરીરના રૂપ, રંગ અને કદ-કાઠી પ્રમાણે તો તમારું નામ કોઈ મોટું હોવું જોઈએ. આટલું હૃષ્ટપુષ્ટ શરીર હોવા છતાં તમારું નામ 'ઝીણો' કેમ રાખ્યું છે? આ નામમાં તમને શું મળશે?' ચિલમની આરપાર નીકળી બતાવ્યો યોગસિદ્ધિનો પરચો સંતોની આ રમૂજ સાંભળીને જીણાબાવા મંદમંદ હસ્યા. થોડીવાર પછી બધા સંતોએ બેસીને ચિલમ પીધી. જ્યારે ચિલમ ખાલી થઈ, ત્યારે જીણાબાવાએ એક સંતને તે ચિલમ હાથમાં પકડી રાખવા કહ્યું. કોઈ કંઈ સમજે તે પહેલાં જ, જીણાબાવાએ પોતાની અખંડ તપસ્યા અને યોગસિદ્ધિના બળે પોતાના વિશાળ દેહને અત્યંત સૂક્ષ્મ બનાવી દીધો. જોતજોતામાં તેઓ તે ચિલમના પાછળના સાંકડા છેડેથી અંદર પ્રવેશ્યા અને આગળના છેડેથી સહજતાથી બહાર નીકળી આવ્યા! ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવીને તેમણે સંતોને પૂછ્યું, "હવે તમે જ કહો, હું ખરેખર ઝીણો છું કે મોટો?" પોતાની નજર સામે આ અલૌકિક લીલા જોઈને તમામ સાધુ-સંતો અવાક થઈ ગયા અને હર્ષભેર તેમને બિરદાવતા બોલી ઉઠ્યા, ‘ભાઈ, તમે ખરેખર ઝીણા છો!’ આજે પણ પાંચ દિવસ થાય છે તે ચિલમના દર્શન યોગી કપિલનાથજીના જણાવ્યા અનુસાર, પ્રાચીન કાળના સિદ્ધ સંતો પોતાની મનની શક્તિ અને તપથી પોતાના રૂપ, રંગ અને કદમાં પરિવર્તન લાવવાની અદભૂત ક્ષમતા ધરાવતા હતા, જેનું જીવંત પ્રમાણ આ જગ્યા છે. આજે પણ પરિક્રમાના પાંચ દિવસો દરમિયાન જીણાબાવા સાથે જોડાયેલી તે ઐતિહાસિક ચિલમને ખાસ દર્શનાર્થે રાખવામાં આવે છે. ભવનાથનો ગેટ ખૂલ્યા બાદ પ્રથમ પડાવ પર પહોંચતા લાખો ભાવિકો અહીં રાત્રિ વિશ્રામ કરે છે, અખંડ ધૂણા, રામનાથ મહાદેવ, દત્ત મહારાજ અને જીણાબાવાની સમાધિની સાથે આ ચિલમના ભાવપૂર્વક દર્શન કરી 24 કલાક ધમધમતા અન્નક્ષેત્રનો પ્રસાદ લઈને આગળની પરિક્રમા માટે પ્રયાણ કરે છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 30 નવેમ્બરથી GSOS બોર્ડની પરીક્ષાઓ:ધોરણ 10 અને 12ની પરીક્ષાના આયોજન માટે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે બેઠક યોજી
    Next Article
    ડમ્પિંગ સાઇટના ધુમાડાથી નવોદય વિદ્યાલય ખાલી:વાલીઓએ 405 વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા; ધુમાડો બંધ થાય અને સાઇટ ખસેડાય ત્યાં સુધી બાળકોને નહીં મોકલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment