Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 30 નવેમ્બરથી GSOS બોર્ડની પરીક્ષાઓ:ધોરણ 10 અને 12ની પરીક્ષાના આયોજન માટે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે બેઠક યોજી

    11 घंटे पहले

    અમરેલી જિલ્લામાં 30 નવેમ્બરથી ધોરણ 10 અને 12ની GSOS બોર્ડની પરીક્ષાઓ યોજાશે. આયોજન માટે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સમિતિની બેઠક મળી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં આ પરીક્ષાઓ યોજાશે. તેમાં અભ્યાસ છોડી ગયેલા, રિપીટર, ખાનગી અને પૃથક ઉમેદવારો ભાગ લેશે. જિલ્લા શિક્ષણાધિકારી ડી.એમ. ગોહિલે જણાવ્યું કે ધોરણ 10ની પરીક્ષા 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર, 2026 સુધી યોજાશે. પરીક્ષા સી.વી. ગજેરા યુનિટ-3 વિદ્યાસભા, લાઠી રોડ; શ્રીમતી ટી.પી. એન્ડ એમ.ટી. ગાંધી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, નાગનાથ મંદિર પાસે; અને પાઠક સ્કૂલ, તારવાડી, મણિનગર ખાતે લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શ્રી બી.એન. વિરાણી સેકન્ડરી સ્કૂલ, યુનિટ-2, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે યોજાશે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પોલીસ વિભાગને ચારેય પરીક્ષા કેન્દ્રો પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત રાખવા સૂચના આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર વીજળી ચાલુ રહે તે માટે પી.જી.વી.સી.એલ.ને જરૂરી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. અમરેલી આવતા ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા મથકોના એસ.ટી. બસના રૂટ નિયમિત રાખવા જી.એસ.આર.ટી.સીને સૂચના અપાઈ હતી. બેઠકમાં પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પરીક્ષા કેન્દ્રોના સંચાલકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ શહેરમાં સંત સ્વામી લીલાશાહની 53મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ:સ્વામી લીલાશાહ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હવન, સમૂહ જનોઈ અને શૈક્ષણિક કાર્યક્રમો સંપન્ન થયા
    Next Article
    'આ ચિલમમાંથી પસાર થયા હતા જીણાબાવા', અલૌકિક ઘટના:ગિરનાર લીલી પરિક્રમાના પ્રથમ પડાવ જીણાબાવાની મઢીમાં લાખો ભાવિકોનું રાત્રિ રોકાણ; ચિલમ દર્શન માટે મુકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment