Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ:ગોધરા રોડ પર 53 સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું રોપણ

    7 hours ago

    દાહોદ શહેરને હરિયાળું બનાવવાના અભિયાન હેઠળ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ગોધરા રોડ પર 53 સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું ટ્રી ગાર્ડ સાથે રોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પર્યાવરણના જતન અને હરિયાળા દાહોદના નિર્માણના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સ્માર્ટ સિટી દાહોદ તથા દાહોદ નગરપાલિકાના સહયોગથી આ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ગોધરા રોડ પર કેન્દ્રીય વિદ્યાલયથી દેસાઈવાડ સુધીના માર્ગ પર આયોજનબદ્ધ રીતે વૃક્ષોનું વાવેતર થયું. વરસાદની ઝરમર વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ પ્રકૃતિપ્રેમી યુવાનો, બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ પોતાના હાથે છોડ રોપીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ સમગ્ર અભિયાનમાં માત્ર સ્થાનિક પ્રજાતિના વૃક્ષોને જ વિશેષ પ્રાધાન્ય અપાયું હતું. જેમાં શિમળો, રાયણ, નગોડ, મોરઢુંઢિયું, મહુડો, કુસુમ, પાંગારો, સફેદખેર, કલમ, ચારોલી, મટરસિંગ અને કીલાઈ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. સ્થાનિક આબોહવા અને જમીનને અનુકૂળ હોવાને કારણે આ વૃક્ષો ઓછા જતનમાં સારી રીતે વિકસે છે. આ ઉપરાંત તે વરસાદી પાણીનું સંરક્ષણ કરે છે તથા સ્થાનિક જીવસૃષ્ટિને આશ્રય અને આહાર પૂરો પાડીને કુદરતી પર્યાવરણીય સંતુલનને મજબૂત બનાવે છે. આ વૃક્ષારોપણ આવનારી પેઢી માટે સ્વચ્છ, હરિયાળા અને પ્રદૂષણમુક્ત દાહોદની રચના કરવાનો એક મક્કમ સંકલ્પ છે. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત નાગરિકોને અપીલ કરાઈ હતી કે વૃક્ષ વાવવું એ માત્ર શરૂઆત છે, પરંતુ તેને ઉછેરીને વિશાળ વૃક્ષ બનાવવું એ આપણી સાચી જવાબદારી છે. દરેક નાગરિકને ઓછામાં ઓછું એક સ્થાનિક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંદેશ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    PM Modi के माफी वाले Video पर भड़के Rahul Gandhi, छात्रों का यूं दिया साथ | Ruchika FIR | BJP| Dipke
    Next Article
    ટ્રકના પાછળના ભાગે બીજો ટ્રક ધડાકાભેર અથડાયો:લાંઘણજ પાસે ગફલતભરી રીતે ટ્રક ચલાવતાં અકસ્માત સર્જાયો, ડ્રાઇવરને ગંભીર ઇજા, ફરીયાદ નોંધાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment