Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમ્પિંગ સાઇટના ધુમાડાથી નવોદય વિદ્યાલય ખાલી:વાલીઓએ 405 વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા; ધુમાડો બંધ થાય અને સાઇટ ખસેડાય ત્યાં સુધી બાળકોને નહીં મોકલે

    11 hours ago

    બોટાદમાં જવાહર નવોદય વિદ્યાલય નજીક આવેલી ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગના ઝેરી ધુમાડાના કારણે શાળા ખાલી કરવાની નોબત આવી છે. ધુમાડાથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થતાં વાલીઓએ પોતાના બાળકોને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. 405 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં હાલ એકપણ વિદ્યાર્થી હાજર નથી. સતત ધુમાડાની સમસ્યા યથાવત્ હોવા છતાં તંત્રના ઉકેલ સામે અનેક સવાલો ઊભા થયા છે. વાલીઓમાં રોષ, 30 વિદ્યાર્થી અને 6 શિક્ષકને સર્કિટ હાઉસ ખસેડાયા શાળાની નજીક આવેલી ડમ્પિંગ સાઇટમાં 17 નવેમ્બરના રોજ બપોરે આશરે 3 વાગ્યે આગ લાગી હતી. ફાયર વિભાગે રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરી આગ ભભૂકતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ડમ્પિંગ સાઇટના ધુમાડાની અસર શાળા સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી. વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થતાં 18 નવેમ્બરના રોજ વાલીઓએ શાળામાં રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પણ શાળાની મુલાકાત લીધી હતી. 18 નવેમ્બરની રાતથી 19 નવેમ્બરની બપોર સુધીમાં આશરે 180 વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા. 19 નવેમ્બરની રાત્રે લગભગ 30 વિદ્યાર્થી અને 6 શિક્ષકને અસર થતાં તેમને સર્કિટ હાઉસ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંતે 20 નવેમ્બરના રોજ વાલીઓએ તમામ વિદ્યાર્થીઓને ઘરે લઈ જતાં 405 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળા ખાલી થઈ ગઈ છે. શાળાથી માત્ર 100 મીટર દૂર ડમ્પિંગ સાઇટ, મંજૂરી સામે સવાલ વાલીઓનો સ્પષ્ટ નિર્ણય છે કે જ્યાં સુધી ધુમાડાની સમસ્યા બંધ નહીં થાય અને ડમ્પિંગ સાઇટને અન્ય સ્થળે ખસેડવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવામાં નહીં આવે. સામાન્ય રીતે ડમ્પિંગ સાઇટ વસાહતો કે શાળા-કોલેજથી 3 km દૂર નક્કી કરવામાં આવે છે, પરંતુ અહીં જવાહર નવોદય વિદ્યાલયની દિવાલ પાછળ અંદાજે 100 m દૂર ડમ્પિંગ સાઇટ આવેલી છે. આટલી નજીક ડમ્પિંગ સાઇટને મંજૂરી કોણે આપી, તે પણ મોટો પ્રશ્ન બન્યો છે. શિક્ષણ અને સુરક્ષા પર અસર અભ્યાસથી દૂર રહેલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આરોગ્યની સુરક્ષા સામે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ડમ્પિંગ સાઇટની આગ અને ધુમાડાની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને વિદ્યાર્થીઓને ફરી સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ ક્યારે મળી શકશે, તે અંગે વાલીઓમાં પ્રશ્નો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    'આ ચિલમમાંથી પસાર થયા હતા જીણાબાવા', અલૌકિક ઘટના:ગિરનાર લીલી પરિક્રમાના પ્રથમ પડાવ જીણાબાવાની મઢીમાં લાખો ભાવિકોનું રાત્રિ રોકાણ; ચિલમ દર્શન માટે મુકાઈ
    Next Article
    કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરામાં 764 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો, અર્ટીગા કાર સહિત રૂ. 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment