Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરામાં 764 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો, અર્ટીગા કાર સહિત રૂ. 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ઝડપાયા

    11 घंटे पहले

    વડોદરા શહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા નજીક નાયરા પેટ્રોલ પંપની ગલીમાં રતિલાલ પાર્ક સોસાયટી પાસે એક અર્ટીગા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન કારમાંથી દારૂનો જથ્થો ઉતારી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. કારમાં ખાસ ચોરખાનું બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો. PCBની ટીમને બાતમી મળી હતી કે, પાણીગેટ વિસ્તારમાં આવેલ રતિલાલ પાર્ક સોસાયટીમાં રહેતા લાલુ નંદુભાઈ કહાર અને તેનો ભાઈ પંકજ કહાર દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પાર્સિંગની અર્ટીગા કારમાં દારૂ લાવી તેમના ઘર પાસે સગેવગે કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે PCBની ટીમે સ્થળ પર દરોડો પાડતાં અર્ટીગા કારમાંથી દારૂનો જથ્થો ઉતારી રહેલા ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે શિવમ ઓમપ્રકાશ સરોજ (રહે. પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ), પંકજ નંદુભાઈ કહાર (રહે. રતિલાલ પાર્ક સોસાયટી, પાણીગેટ) અને પાર્થ ઉર્ફે સોનું રાજુભાઈ બ્રહ્મભટ્ટ (રહે. પાણીગેટ)ની ધરપકડ કરી હતી. જેમાં શિવમ અર્ટીગા કારનો ચાલક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન વિદેશી દારૂની વ્હિસ્કી અને વોડકાની કુલ 764 બોટલો કિંમત રૂ. 2,41,975, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ. 15 હજાર, રોકડા રૂ. 1,980 અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી અર્ટીગા કાર કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 7,58,955નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં લાલુ નંદુભાઈ કહાર, ધુળિયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર આપનાર બંટી નામનો શખ્સ અને દારૂનો જથ્થો પહોંચાડવા લોકેશન આપનાર અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પિંગ સાઇટના ધુમાડાથી નવોદય વિદ્યાલય ખાલી:વાલીઓએ 405 વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા; ધુમાડો બંધ થાય અને સાઇટ ખસેડાય ત્યાં સુધી બાળકોને નહીં મોકલે
    Next Article
    બિટકોઇન 2 વર્ષના નીચલા સ્તર $56,195 પર પહોંચ્યો:24 કલાકમાં રોકાણકારોની સંપત્તિ $2 બિલિયન ઘટી, એથેરિયમ 9% અને ક્રિપ્ટો માર્કેટ કેપ 7.58% ઘટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment