Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિન્દુ સંગઠનના આગેવાનો મોરબીમાં ધરણા પર બેઠા:ખાટકીવાસના કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરવાની માંગ; હનુમાન ચાલીસાનું પઠન કર્યું

    13 hours ago

    મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો ધરણા પર બેઠા ખાટકીવાસના ગેરકાયદે કતલખાના અને નોનવેજની લારીઓ હટાવવા માગ; કાર્યવાહી ન થતાં હનુમાન ચાલીસાનું પઠન કરાયું મોરબીના ખાટકીવાસમાં ચાલતા ગેરકાયદે કતલખાના બંધ કરવા અને નોનવેજની લારીઓ હટાવવાની માગ સાથે હિન્દુ સંગઠનના આગેવાનો મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. આગેવાનોએ કચેરી પરિસરમાં હનુમાન ચાલીસાનું પઠન કરીને વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી ન થતાં આ આંદોલન શરૂ કરાયું હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. અગાઉ આવેદન અને વિરોધ પ્રદર્શન છતાં કોઈ કાર્યવાહી નહીં ખાટકીવાસ વિસ્તારમાં ગેરકાયદે કતલખાના ચાલતા હોવાનો અને માંસ-મટનનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો આરોપ હિન્દુ સંગઠનો દ્વારા લગાવાયો છે. આ મુદ્દે સંગઠનો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે અને અગાઉ મહાપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવાની સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ નક્કર કામગીરી ન થતાં આજે જીલેશ કાલરીયા, કમલેશ બોરીચા, ભાવિક ભટ્ટ અને કમલ દવે સહિતના આગેવાનો ધરણા પર બેઠા હતા. ‘કામ ન થાય તો રાજીનામું આપીદો’ ધરણા દરમિયાન મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતી પડસુંબીયા સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો આગેવાનોને મળવા પહોંચ્યા હતા. આ સમયે આગેવાનોએ પદાધિકારીઓને જણાવ્યું હતું કે જો તમે કામ કરી શકતા ન હોવ તો રાજીનામું આપી દો. કાર્યવાહીની ખાતરી ન મળતા ધરણા ચાલુ યથાવત્ હિન્દુ સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કતલખાના બંધ કરવા અંગે તંત્ર તરફથી સંતોષકારક ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. બીજી તરફ, મહાનગરપાલિકા કચેરી ખાતે આ મુદ્દે શું કાર્યવાહી કરી શકાય તે અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠક શરૂ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં કતલખાનાં બંધ કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનો ધરણાં પર:નવ વર્ષથી રજૂઆતો અને RTI છતાં કોઈ કાયમી કાર્યવાહી નહીં, નક્કર ખાતરી ન મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની ચીમકી
    Next Article
    ધારાસભ્યે વિકાસના 43 પડતર પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરી:જામનગર જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં સિંચાઈ, રસ્તા, પાણી સહિતના મુદ્દા ઉઠાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment