Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વિમિંગ પુલમાં ગેરકાયદે પ્રવેશને લઈ કાર્યવાહી:લાલબાગ સ્વિમિંગ પુલમાં સગીરને ગેરકાયદે પ્રવેશ મામલે પાલિકાની લાલ આંખ, એકનું સભ્યપદ કાયમી રદ, કોચ અને ટ્રેનરને દંડ

    1 day ago

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત લાલબાગ સ્વિમિંગપુલમાં સભ્યપદ ન ધરાવતા 14 વર્ષીય સગીરને ગેરકાયદેસર રીતે પ્રવેશ અપાવી સ્વિમિંગ કરાવવાના ગંભીર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કડક કાર્યવાહી કરી છે. આ ઘટનામાં જવાબદાર બે સભ્યો સામે સભ્યપદ રદ તથા સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે, જ્યારે ફરજમાં બેદરકારી દાખવનાર સીનિયર કોચ અને ટ્રેનરને રૂ.10 હજારનો દંડ ફટકારી તેમનો એક ઈજાફો અટકાવવામાં આવતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ગેરકાયદે પ્રવેશ બદલ સભ્યો સામે શિક્ષાત્મક પગલાં ગત ઓગસ્ટ માસમાં લાલબાગ સ્વિમિંગપુલ ખાતે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન કારેલીબાગ સ્વિમિંગપુલનું સભ્યપદ ધરાવતા આદિત્ય ઈન્દુલકર અને ડો. ગોવિંદ નિનામા પોતાની સાથે 14 વર્ષના બિન-સભ્ય સગીર બાળકને લાવ્યા હોવાનું અને તેને ગેરકાયદે પ્રવેશ કરાવી સ્વિમિંગ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર અશિસ્તભર્યા કૃત્ય બદલ 10 વર્ષનું સભ્યપદ ધરાવતા આદિત્ય ઈન્દુલકરનું સભ્યપદ કાયમી ધોરણે રદ કરી પાલિકાના તમામ સ્વિમિંગપુલોમાં તેમના પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મુકાયો છે, જ્યારે ડો. નિનામાનું સભ્યપદ 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે. ફરજમાં બેદરકારી બદલ કોચ અને ટ્રેનરને દંડ આ સમગ્ર મામલે ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવા બદલ લાલબાગ સ્વિમિંગપુલના સીનિયર કોચ આકાશ મોદી અને ટ્રેનર વિજેન્દ્રસિંહ કુશવાહને પાલિકા તંત્ર દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, બંને કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લેખિત ખુલાસા તંત્રને સંતોષકારક ન જણાતા, બંનેનું એક-એક ઇન્ક્રીમેન્ટ (ઈજાફો) અટકાવીને રૂ. 10,000-10,000 નો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ બની ચૂકી છે આવી ગંભીર ઘટના અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન હસ્તકના સ્વિમિંગપુલોમાં નિયમભંગ અને બેદરકારીનો આ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ પણ રાજીવ ગાંધી સ્વિમિંગપુલમાં એક સભ્ય દ્વારા સગીર બાળકને ઊંડા પાણીમાં ખેંચી જઈ ડુબાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ઘટનામાં જે-તે સમયે જવાબદાર સભ્ય પર 5 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમજ તત્કાલીન લાઈફગાર્ડ કમ ટ્રેનર અને હાલના સીનિયર કોચ વિકાસ સોલંકીને રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોલામાં મેડિકલની વિદ્યાર્થિનીને પતિના મિત્રએ જ બાથમાં ભીડી લીધી:ઈન્સ્ટાગ્રામ પર બીભત્સ ફોટો-વીડિયો મોકલ્યા, પાકીટ લેવાના બહાને ઘરમાં ઘૂસી કપડા ફાડી જબરજસ્તી કરી
    Next Article
    પ્રભાસ પાટણમાં તુલસી વિવાહ મહોત્સવ શરૂ:ગોલોકધામ તીર્થની કંકોત્રી વિધિમાં કે. શિવાન જોડાયા, રાસ-ગરબા યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment