Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસ પાટણમાં તુલસી વિવાહ મહોત્સવ શરૂ:ગોલોકધામ તીર્થની કંકોત્રી વિધિમાં કે. શિવાન જોડાયા, રાસ-ગરબા યોજાયા

    1 day ago

    પ્રભાસ તીર્થની પાવન ધરતી પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી વિષ્ણુ-વૃંદા તુલસી વિવાહ મહોત્સવનો પ્રથમ દિવસ ધાર્મિક પરંપરા, ભક્તિભાવ અને ગુજરાતી લોકસંસ્કૃતિના અનોખા સંગમ સાથે રંગેચંગે ઉજવાયો હતો. ગોલોકધામ તીર્થ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં પ્રભાસ પાટણના સમસ્ત ગ્રામજનો, શ્રદ્ધાળુઓ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસોથી ભગવાન વિષ્ણુ અને વૃંદાદેવીના પવિત્ર વિવાહની કંકોત્રી લેખનવિધિ સંપન્ન થઈ હતી. મહોત્સવના પ્રથમ દિવસનું વિશેષ આકર્ષણ ઈસરોના પૂર્વ ચેરમેન કે. શિવાનની ઉપસ્થિતિ રહી હતી. તેમણે પણ ભગવાન વિષ્ણુ અને વૃંદાદેવીના વિવાહની પવિત્ર કંકોત્રી લેખનવિધિમાં સહભાગી બની ધાર્મિક પરંપરામાં જોડાઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તમિલનાડુ સ્થિત ભદ્રકાલી અમ્મન મંદિરમાં પણ તેમના દ્વારા આ પાવન પ્રસંગની કંકોત્રી લેખનવિધિ કરવામાં આવી હતી. આમ, પ્રભાસ તીર્થથી લઈને તમિલનાડુ સુધી તુલસી વિવાહ મહોત્સવનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંદેશ પહોંચ્યો હતો. કંકોત્રી લેખનવિધિ બાદ મહોત્સવમાં ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખ સમાન રાસ-ગરબાની રમઝટ જામી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ ભાઈઓ અને બહેનોએ લોકસંગીતના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે સમગ્ર ગોલોકધામ તીર્થ ઉત્સવમય બની ગયું હતું. પરંપરાગત વેશભૂષા, લોકસંગીત અને ગ્રામજનોની સામૂહિક સહભાગિતાએ મહોત્સવને વિશેષ આકર્ષણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તુલસી વિવાહ ભારતીય સનાતન પરંપરામાં ભગવાન વિષ્ણુ અને તુલસીજીના દિવ્ય મિલનનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા સાથે જોડાયેલા આ ઉત્સવનું સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ વિશેષ છે. આવા મહોત્સવોના માધ્યમથી નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને લોકવારસા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, પ્રભાસ તીર્થની પવિત્ર ધરતી પર આવા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવો યોજવાનો મુખ્ય હેતુ પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા ઉપરાંત સમાજના તમામ વર્ગોની સહભાગિતાથી સામૂહિક સાંસ્કૃતિક વારસાને વધુ સમૃદ્ધ બનાવવાનો છે. આમ, શ્રી સોમનાથ ટ્રસ્ટના આયોજન અને ગ્રામજનોના સહયોગથી શરૂ થયેલો તુલસી વિવાહ મહોત્સવ પ્રથમ દિવસથી જ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સ્વિમિંગ પુલમાં ગેરકાયદે પ્રવેશને લઈ કાર્યવાહી:લાલબાગ સ્વિમિંગ પુલમાં સગીરને ગેરકાયદે પ્રવેશ મામલે પાલિકાની લાલ આંખ, એકનું સભ્યપદ કાયમી રદ, કોચ અને ટ્રેનરને દંડ
    Next Article
    મોરબીની નર્મદા કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા:ખેડૂતોનો આક્ષેપ, રિપેરિંગ અને સફાઈ થઈ નથી; અધિકારીએ કેનાલ બંધ થાય ત્યારે ગાબડા પૂરવાની વાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment