Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલામાં મેડિકલની વિદ્યાર્થિનીને પતિના મિત્રએ જ બાથમાં ભીડી લીધી:ઈન્સ્ટાગ્રામ પર બીભત્સ ફોટો-વીડિયો મોકલ્યા, પાકીટ લેવાના બહાને ઘરમાં ઘૂસી કપડા ફાડી જબરજસ્તી કરી

    1 day ago

    અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી અને મેડિકલનો અભ્યાસ કરતી 21 વર્ષીય પરિણીતાની તેના જ પતિના મિત્રએ છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાના બીભત્સ વીડિયો મોકલ્યા હતા અને ત્યારબાદ પાકીટ ભૂલી જવાના બહાને ઘરે જઈ યુવતીના કપડાં ફાડી જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં છેડતી અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. બાથરૂમમાંથી પોતાના બીભત્સ ફોટો-વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મોકલ્યા શહેરના સોલા વિસ્તારમાં રહેતી યુવતી સાસરીમાં રહે છે અને મેડિકલનો અભ્યાસ કરે છે. યુવતીનો પતિ તેમના મિત્ર સાથે બહાર ગયો હતો અને બાદમાં મિત્રએ લઈને ઘરે આવ્યો હતો. આ દરમિયાન યુવતી સૂઈ ગઈ હતી. યુવતી ઉઠી ત્યારે યુવતીના ફોનમાં પતિના મિત્રના મેસેજ હતા. પહેલા આરોપીએ મેસેજ કર્યો કે, હું તમારા ઘરે આવ્યો છે, જે બાદ ઘરના ફોટો મોકલ્યા હતા. આરોપીએ બાથરૂમમાં જઈને પોતાના બીભત્સ ફોટો-વીડિયો લઈને પરિણીતાને મોકલ્યા હતા. યુવતીએ ગભરાઈને આ મેસેજ તરત જ ડિલીટ કરી દીધા હતા. પાકીટ ભૂલી જવાના બહાને ઘરે આવ્યો, કપડાં ફાડી જબરજસ્તી કરી ત્યારબાદ આરોપીએ યુવતીને મેસેજ કરી પોતાનું પાકીટ ઘરે ભૂલી ગયો હોવાનું જણાવ્યું હતું. યુવતીએ પાકીટમાં રહેલા પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવાની વાત કરી હતી, પરંતુ આરોપીએ ના પાડી ઘરે આવવાનું કહ્યું હતું. આરોપી ઘરે પહોંચતા યુવતીએ દરવાજો ખોલ્યો કે તરત જ તેણે યુવતીને બાથમાં ભીડી લીધી હતી અને ટી-શર્ટ ફાડી જબરજસ્તી કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરી મૂકતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો, જે અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું-50 વર્ષ પહેલાં સેમિકન્ડક્ટર કંપનીનો વિરોધ થયો હતો:ભારતમાં લાલ ઝંડો બતાવવામાં આવ્યો, મેં ફાઇલો તૈયાર કરાવી, ચાર વર્ષમાં અનેક ફેસિલિટી શરૂ
    Next Article
    સ્વિમિંગ પુલમાં ગેરકાયદે પ્રવેશને લઈ કાર્યવાહી:લાલબાગ સ્વિમિંગ પુલમાં સગીરને ગેરકાયદે પ્રવેશ મામલે પાલિકાની લાલ આંખ, એકનું સભ્યપદ કાયમી રદ, કોચ અને ટ્રેનરને દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment