Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ‎:ઇલેક્ટ્રિક વાહન બુકિંગ અને પૂછપરછ 50% વધી

    12 hours ago

    પેટ્રોલની મારામારી અને રામનવમીને લઇ છેલ્લા બે દિવસથી ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે બુકિંગ અને ઇન્ક્વાયરીમાં વધારો થયો છે. ભાસ્કરે શહેરના પાંચ શો રૂમમાં તપાસ કરી હતી. મોઢેરા ચોકડીથી વાઇડ એંગલ સુધી હાઇવેના બંને બાજુ આવેલા શોરૂમમાં બુધવારે ગ્રાહકોની અવરજવર જોવા મળી હતી. પેટ્રોલના વિકલ્પ તરીકે EV તરફ લોકોનો ઝુકાવ કરતાં રામનવમી નિમિત્તે બુકિંગ, ઇન્કવાયરી ખૂલી હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય દિવસોની સરખામણીએ બુકિંગ અને પૂછપરછમાં નોંધપાત્ર વધારો થયો હતો. વેચાણ અને પૂછપરછમાં 50% વૃદ્ધિ એથર ઇવી શોરૂમના ગૌતમભાઈએ જણાવ્યું કે, રામનવમીના પાવન અવસરે EV ખરીદી અને ઇન્ક્વાયરીમાં આશરે 50% વૃદ્ધિ જોવા મળે છે. આ વર્ષે પણ બુકિંગ અને સેલિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. વીડા શોરૂમના ગૌરવભાઈ પરમારે કહ્યું કે, સેલિંગ અને ઇન્ક્વાયરી અગાઉની સરખામણીએ થોડી વધી છે. જ્યારે પ્યોર શોરૂમના નિર્માણભાઈએ જણાવ્યું કે, ઇન્ક્વાયરી સામાન્ય છે. હાલ સ્ટોક નથી હીરો વીડા શોરૂમના મેનેજર સંજયભાઈ જોશીએ જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં 1-2 EVનું વેચાણ થાય છે, પરંતુ છેલ્લા બે દિવસથી વધારો થયો છે. હાલમાં 5 ગ્રાહકોના બુકિંગ થઈ ચૂક્યા છે અને તેમને બે દિવસમાં ડિલિવરી આપીશું. હાલમાં ઇવીનો સ્ટોક પણ ઉપલબ્ધનથી. ઉપયોગને ધ્યાને લઇ ખરીદીશું‎ ગ્રાહક શિવાંગભાઈ રાવલે જણાવ્યું કે,‎પેટ્રોલના વિકલ્પ તરીકે નહીં, પરંતુ હવે‎જરૂરિયાતને ધ્યાનમાં રાખીને EV ખરીદવાની‎વિચારણા છે. જો કોલસાના ભાવ વધશે તો‎વીજળીના બિલમાં પણ વધારો થશે. તેથી અમે‎વિવિધ કંપનીઓના બેઝપ્રાઇઝ અને લાંબા‎ગાળાના ઉપયોગ અંગે સર્વે કર્યા પછી જ‎ખરીદી કરવાનો નિર્ણય લેશું.‎ જિલ્લામાં ઇલેક્ટ્રિક વાહનોની સ્થિતિ
    Click here to Read More
    Previous Article
    પ્રથમ ગ્રાસે જ મક્ષીકા!:યુનિ. પરીક્ષાના પ્રથમ દિવસે અર્થશાસ્ત્રનું પેપર કોર્સ બહારનું નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો
    Next Article
    West Asia war: Disruption hits chemicals, steel, aluminium, textile, breweries

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment