Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરઆંગણે સુવિધા:હવે શાળાઓમાં જ વિદ્યાર્થીઓના નિઃશુલ્ક બાયોમેટ્રિક્સ અપડેટ થશે

    8 hours ago

    કચ્છના વાલીઓ અને શાળાએ જતા હજારો બાળકો માટે આધાર કાર્ડ અપડેટ કરાવવાની પ્રક્રિયા હવે અત્યંત સરળ અને વિનામૂલ્યે બની ગઈ છે. સરકારના નવા નિર્ણય મુજબ, બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવાની ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે અને આ સમગ્ર કામગીરી હવે સીધી શાળાઓમાં જ હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી વાલીઓને આધાર નોંધણી કેન્દ્રો પર લાગતી લાંબી કતારો અને ધક્કામાંથી મોટી રાહત મળી છે. અંતરિયાળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વાલીઓને બાળકોનું આધાર અપડેટ કરાવવા માટે તાલુકા મથકે આવેલી પોસ્ટ ઓફિસ કે બેંકો સુધી લાંબા થવું પડતું હતું. આ પ્રક્રિયામાં વાલીઓની રોજગારી બગડવાની સાથે મુસાફરીનો ખર્ચ પણ થતો હતો. પરંતુ હવે શાળા કક્ષાએ જ આ સુવિધા ઉપલબ્ધ થતા કચ્છની શાળાઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને પોતાના વર્ગખંડમાં જ આ લાભ મળી રહેશે. બાળકની ઉંમર વધવાની સાથે તેના ફિંગરપ્રિન્ટ્સ, આઈરિસ અને ચહેરાની ઓળખમાં કુદરતી ફેરફાર થતા હોય છે. જો જૂના બાયોમેટ્રિક રેકોર્ડ અપડેટ ન કરવામાં આવે, તો ભવિષ્યમાં શિષ્યવૃત્તિ, બોર્ડની પરીક્ષાઓ કે અન્ય સરકારી યોજનાઓના લાભ મેળવતી વખતે ઓળખ પ્રસ્થાપિત કરવામાં મુશ્કેલી પડે છે. બાળકોના આધાર અપડેટ માટે મહત્વના નિયમો બાળકનું આધાર કાર્ડ નાની ઉંમરે બન્યું હોય ત્યારે 5 વર્ષની ઉંમરે અને ત્યારબાદ 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું ફરજિયાત છે. અગાઉ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે નિયત વયમર્યાદા ચૂકી જનારા અરજદારો પાસેથી 100 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી, જે હવે માફ કરાઈ છે. કચ્છના 10 તાલુકાઓમાં આવેલી 1,700 થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને આ ઝુંબેશનો સીધો લાભ મળશે. શાળાઓમાં કામગીરી માટે જરૂરી દસ્તાવેજો શાળામાં આયોજિત કેમ્પ દરમિયાન વિદ્યાર્થીએ પોતાનું જૂનું આધાર કાર્ડ અથવા તેની નકલ સાથે રાખવી જરૂરી છે. જો આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે સરનામામાં કોઈ સુધારો કરવાનો હોય તો શાળાના જીઆર (જનરલ રજિસ્ટર) અથવા જન્મનું પ્રમાણપત્ર માન્ય ગણાશે. બાયોમેટ્રિક અપડેટ પૂર્ણ થયા બાદ વાલીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા અપડેટની જાણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામીણ રાજકારણમાં ગરમાવો:કચ્છમાં 463 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે બાકી રહેલા વિકાસ કામોને વેગ આપવા ડીડીઓ દ્વારા આદેશ અપાયો
    Next Article
    બિમાર ગાયોની તાત્કાલિક સારવાર કરાઈ:ભુજના બળદિયાની ગૌશાળામાં ઝેરી લીલો ચારો આરોગતા 15 ગૌવંશના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment