Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભરૂચ પાલિકાનો મહત્વનો નિર્ણય:15 વર્ષ સુધીના બાળકો અને બહેનો સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

    1 day ago

    ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક વિશેષ સુવિધાની જાહેરાત કરી છે. રક્ષાબંધનના દિવસે, આ તમામ ભરૂચ પાલિકા સંચાલિત સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે શહેરમાં અવરજવર કરતી હોય છે. તેઓ સરળતાથી મુસાફરી કરી શકે અને મુસાફરી ખર્ચમાંથી રાહત મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. 28મી તારીખે રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમિયાન આ મફત બસ સેવા ઉપલબ્ધ રહેશે. ગત વર્ષે પણ નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો હજારો બહેનોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ સુવિધાનો લાભ લેશે તેવી અપેક્ષા છે. પાલિકા પ્રમુખે આ પ્રસંગે તમામ નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મનપાએ મેડિકલ કોલેજની જમીન પર વોર્ડ ઓફિસ બનાવી:ગેરકાયદેસર બાંધકામ બાદ માલિકી હક મેળવવા પત્ર લખ્યો
    Next Article
    નવસારી જિલ્લા પંચાયતમાં આરોગ્ય કર્મીઓનો મોરચો:TECHO+ એપના લાઇવ ફોટો-સેલ્ફી નિયમ સામે ઉગ્ર વિરોધ, કામગીરી માટે નવો સ્માર્ટફોન આપવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment