Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળાના 463 બાળકોએ જવાનોને મોકલી 'રક્ષા પોટલી':રક્ષાબંધન પર્વે દેશપ્રેમની અનોખી ઉજવણી, સરહદ સુધી પહોંચ્યો સ્નેહ

    1 day ago

    ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ અને પવિત્ર રક્ષાબંધન પર્વની રાષ્ટ્રપ્રેમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળા બાળકોમાં ઉત્કૃષ્ટ અક્ષરજ્ઞાન સાથે દેશપ્રેમ અને સંસ્કારોનું સિંચન કરવા માટે જાણીતી છે. ૧૫મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના સહયોગથી શાળામાં વિવિધ પ્રોત્સાહક સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ઈનામો આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વિશેષ મહેમાન કનુભાઈ કુશલદાસ પટેલે શાળાના બાળકોના કલ્યાણ અને પ્રોત્સાહન માટે ₹૫,૦૦૦/- નું આર્થિક યોગદાન આપ્યું હતું.કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના હોદ્દેદારો પ્રહલાદભાઈ એન. પટેલ, પ્રહલાદભાઈ એ. પટેલ અને નટુભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણીના અનોખા ભાગરૂપે શાળાના નર્સરીથી ધોરણ-૮ ના કુલ ૪૬૩ બાળકોએ દેશની સરહદો પર ફરજ બજાવતા વીર જવાનો માટે 'રક્ષા પોટલી' તૈયાર કરી મોકલી હતી. આ પોટલીમાં બાળકોએ રંગબેરંગી રાખડીઓ, કંકુ-ચોખા અને પોતાના હાથે લખેલી ચિઠ્ઠીઓ દ્વારા દેશપ્રેમ અને આશીર્વાદ વ્યક્ત કર્યા હતા.એક બાળકે ચિઠ્ઠીમાં લખ્યું હતું: "ફોજી કાકા, તમે સરહદ પર દેશની રક્ષા કરો છો એટલે જ અમે ઘરે શાંતિથી ઊંઘી શકીએ છીએ અને શાળાએ ભણી શકીએ છીએ. આ રક્ષાબંધને અમારી આ રક્ષા પોટલી સ્વીકારજો."
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ટ્રાન્સમિશન લાઇન, ખેડૂતોને 400% વધુ વળતર:નવી નીતિ હેઠળ MRC કમિટીએ પારદર્શક રીતે ભાવ નક્કી કર્યા
    Next Article
    વલસાડ ભાજપે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવ્યો:નિર્દોષોને શ્રદ્ધાંજલિ અપાઈ, દેશની એકતાનો સંકલ્પ લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment