Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસ્ક્યુ કામગીરીમાં ખેડૂતો અને લોકોએ મદદ કરી:ભચાઉની કેનાલમાં તણાતી ગાયને ફાયર ટીમે જીવતી બચાવી

    8 hours ago

    ભચાઉમાં એસઆરપી કેમ્પ પાસે આવેલી નર્મદા કેનાલમાં પાણીના પ્રવાહ વચ્ચે ગાય તણાઈ રહી હોવાની ઘટના સામે આવી હતી. શુક્રવારના સવારે આશરે 8 વાગ્યે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને આ અંગે કોલ મળતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ગાય તણાતી તણાતી આગળ જઈ રહી હતી. ફાયર ટીમે લાઇફ રિંગની મદદથી કેનાલમાં ઉતરી દોરડાની મદદથી ગાયને હેમખેમ જીવતી બહાર કાઢી હતી. આ કામગીરી દરમિયાન નજીકમાં રહેતા ખેડૂતો અને અન્ય સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. આ રેસ્ક્યૂ કામગીરીમાં દાફડા પ્રવીણ, કુલદીપભાઈ, શક્તિસિંહ અને મયુર રામાનંદી જોડાયા હતા. સમયસર મળેલી જાણ અને ફાયર ટીમની કામગીરીથી ગાયનો જીવ બચાવી શકાયો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રાંત અધિકારી-ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી:વાગડમાં ગેરકાયદે ખનિજ વહન કરતા 12 ડમ્પર ઝડપાયા
    Next Article
    દેશભરમાં નેચરલ બર્થિંગ માટે જાગૃતિની વોક, કચ્છ પણ જોડાશે:જ્યુબિલી સર્કલથી મ્યુઝિયમ સુધી વોક યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment