Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશભરમાં નેચરલ બર્થિંગ માટે જાગૃતિની વોક, કચ્છ પણ જોડાશે:જ્યુબિલી સર્કલથી મ્યુઝિયમ સુધી વોક યોજાશે

    8 hours ago

    દેશભરમાં સિઝેરિયન (C-Section) ડિલિવરીના સતત વધી રહેલા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરતા સોસાયટી ઓફ મિડવાઇવ્સ ઇન્ડિયા (SOMI) દ્વારા કુદરતી પ્રસૂતિ (નેચરલ બર્થિંગ) અને સન્માનજનક માતૃત્વ સંભાળ અંગે જનજાગૃતિ ફેલાવવા 22નવેમ્બર, 2026ના સમગ્ર દેશમાં એકસાથે ‘નેશન-વાઇડ વોક ફોર નેચરલ બર્થિંગ’નું આયોજન કરાયું છે. રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં કચ્છ જિલ્લો પણ સહભાગી થઈ રહ્યો છે. ભુજ ખાતે 22 નવેમ્બરના સવાર 7ે વાગ્યે જ્યુબિલી સર્કલ (એસ.પી. / ડીવાય.એસ.પી. કચેરી સામે)થી આ જાગૃતિ વોકનો પ્રારંભ થશે અને કચ્છ મ્યુઝિયમ પાર્ક ખાતે તેનું સમાપન થશે. SOMIના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. ઉષા ઉકંડેએ જણાવ્યું છે કે, સિઝેરિયન પ્રક્રિયાનો ઉપયોગ માત્ર જીવનરક્ષક સંજોગોમાં જ થવો જોઈએ, તેને સામાન્ય પ્રથા ન બનાવવી જોઈએ. ખાસ કરીને 18 થી 35 વર્ષના યુવાનો અને 15થી 24વર્ષના વિદ્યાર્થીઓમાં કુદરતી પ્રસૂતિ અંગે જાગૃતિ આવે તે હેતુથી આયોજિત આ વોકમાં નર્સિંગ તથા અન્ય કોલેજના છાત્રો, મિડવાઇવ્સ, હેલ્થકેર પ્રોફેશનલ્સ, તબીબી સંગઠનો, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો, સ્થાનિક NGO, માતાઓ, પરિવારો અને જાગૃત નાગરિકો જોડાશે. જિલ્લા કક્ષાએ અંદાજિત 500 જેટલા લોકો આ વોકમાં જોડાય તેવું આયોજન કરાયું છે. આ પદયાત્રામાં જોડાવું સંપૂર્ણપણે નિઃશુલ્ક અને સ્વૈચ્છિક છે.
    Click here to Read More
    Previous Article
    રેસ્ક્યુ કામગીરીમાં ખેડૂતો અને લોકોએ મદદ કરી:ભચાઉની કેનાલમાં તણાતી ગાયને ફાયર ટીમે જીવતી બચાવી
    Next Article
    Fewer Rickshaws, Cleaner Streets: 5 Big Redevelopment Plans For Delhi's Chandni Chowk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment